Saturday, September 30, 2017

ગીરગઢડાના જુડવડલી ગામે દીપડાનું બચ્ચું આખી રાત મકાનમાં પુરાઇ રહ્યું

Bhaskar News, Una | Last Modified - Sep 23, 2017, 12:59 AM IST
ઘરનાં સભ્યોએ બિલાડી ઘુસી હોવાનું માન્યું હતું, બેટરીનો પ્રકાશ કરતા ઘટસ્ફોટ થયો
+1 બીજી સ્લાઈડ્સ જુઓ
ઉના: ગીરગઢડા તાલુકાના ઝુડવડલી ગામેના છેવાડે આવેલા ધનજીભાઇ અરજણભાઇ રામાણીના મકાનના ડેલાની દિવાલ કુદી દીપડાનુ બચ્ચુ ઘરમાં ઘુસી ગયું હતું. આ ઘરમાં નાના બાળકો સુતેલા હોય ઘરના સભ્યોએ બિલાડી આવી હોવાનું માની ધ્યાન આપેલ નહી પણ મોડી રાત્રીના દીપડાના બચ્ચાએ ઉધામો કરતા ઘરમાં રહેલ ધનજીભાઇએ અંધારામાં બેટરીનો પ્રકાશ મારી જોતા આ બિલાડી નહી પરંતુ દીપડીનું આઠ થી નવ માસનું બચ્ચુ હોવાનું જોવા મળતા
આ બાબતે જશાધાર રેન્જના વનવિભાગને જાણ કરતા રેસ્ક્યુ ટીમના અધિકારી ભીમજીભાઇ મયાત્રા, માનસીંગભાઇ, મામદભાઇ ભાવીન સોલંકી, પ્રતાપભાઇ સહીતનો સ્ટાફ દોડી ગયો હતો.
વહેલી સવારે રૂમમાં પાંજરૂ મુકી દીપડાના બચ્ચાને કોઇપણ નુકશાન કે ઇજા ન પહોચે તેમજ રૂમમાં સુતેલા પરિવારના બાળકોની સલામતીને ધ્યાને રાખી વનવિભાગે આ દીપડાના બચ્ચાંને પકડવા રેસક્યુ કર્યુ હતું અને એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યું હતું.
બાળકો બિલાડી સમજી દીપડાના બચ્ચાને જોતા રહ્યા
દીપડાનુ બચ્ચુ ઘરમાં ઘુસી તેજોરી પાસે બેસી ગયુ અને ઘરમાં રહેલા નાના બાળકો તેને જોઇ બિલાડી સમજી જોતા રહ્યા આખીરાત્રી દરમ્યાન આ દ્રશ્ય પરિવારના સભ્ય ભય હેઠળ નજરે નિહાળી હતી અને વનવિભાગના અધિકારીઓએ આજના ટેકનોલોજીક સાધનનો ઉપયોગ કરી લેઝર સ્ટીકના આધારે દીપડાના બચ્ચાને શોધી કાઢેલ હતું.
બચ્ચાંની માતાને શોધવા વનવિભાગની કવાયત

દીપડાના બચ્ચાને પકડી લીધા બાદ આ વિસ્તારમાં તેની માતાનું પણ આગમન થયુ હોય તેવુ લોકો માનતા હોય વનવિભાગે દીપડીના પણ શોધવા માટે કવાયત હાથ ધરવી જોઇએ.

No comments: