Saturday, September 30, 2017

અમરેલી: રેલવે ટ્રેક પર માલગાડીની અડફેટે સિંહણનું મોત, થયા બે ટૂકડાં

Jaidev Varu, Rajula | Last Modified - Sep 16, 2017, 12:01 AM IST
તપાસનો ધમધમાટ શરૂ,વન વિભાગે કડક વલણ દાખવ્યું: સિંહ પ્રેમીઓમાં રોષ
+4 બીજી સ્લાઈડ્સ જુઓ
અમરેલી: રાજુલા પંથકના રેલવે ટ્રેક સિંહો માટે મોતનું સ્થાન બની રહ્યા છે. ભૂતકાળમાં અનેક વખત પીપાવાવ પોર્ટ વિસ્તારમાં સિંહોના માલગાડી હડફેટે મોત થયા હતા ત્યારે ફરીવાર ખતરનાક ઘટના સામે આવી છે. રાજુલા તાલુકામાં વડલી ગામ નજીક આવેલ સિટી જંક્શન આસપાસ રાતે 2 વાગે 5 સિંહોનું ટોળું આવી ચડ્યું હતું, જેમાં 2 વર્ષ આસપાસની સિંહણ પાટા પરથી પસાર થતી વખતે પીપાવાવ પોર્ટ તરફ જતી માલગાડીના હડફેટે આવી જતાં રીતસરની સિંહણ કપાય ગઈ હતી અને બાજુમાં રહેલ સિંહોએ ત્રાડો પાડી હતી. માલગાડી સામે સિંહોનું ગ્રુપ ભારે રોષે ભરાયું હતું, અહીં આવેલ સિટી જંક્શનના રેલવે કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ઘટનાને પગલે રાજુલા વન વિભાગનો સ્ટાફ અમરેલી ડી.એફ.ઓ.શકિના સહીત ઘટના સ્થળ પહોંચી ગયા હતા, ચારે તરફ તપાસ હાથ ધરી હતી. રોષે ભરાયેલ સિંહોનું ગ્રુપ વહેલી સવાર સુધી અહીં પાટા આસપાસ આંટાફેરા કરતું હતું. વન વિભગે જંગલ તરફ ખસેડ્યા હતા. સમગ્ર ઘટના ડી.એફ.ઓ. જાતે જોતા તે પણ ચોંકી ઉઠ્યા હતા અને ભારે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ રેલવે તંત્ર સામે કાર્યવહી કરવા કડક સૂચનાઓ આપી હતી. જેને લઇને માલગાડીના કર્મચારીનું નિવેદન અને પૂછપરછ હાથ ધરી છે. માલગાડીની સ્પીડ કેટલી હતી તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મોત સમાન દોડતી માલગાડી પીપાવાવ પોર્ટમાં આવે છે તે માલગાડીથી અનેક વખત સિંહોના મોત થયા છે. મોતને લઇને સિંહ પ્રેમીઓ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વન વિભાગનો જંગી કાફલો રાતથી રેલવે ટ્રેક પર જોવા મળી રહ્યો હતો. રાજુલા વન વિભાગ દ્વારા વારંવાર માલગાડીને સૂચના આપેલી છે કે સિંહોના વિસ્તારમાં માલગાડી ધીમી ચલાવી તેમ છતાં કેમ સ્પીડ વધુ હતી તેને લઇને આકરી તપાસ ચાલી રહી છે. બીજી તરફ વડલી આસપાસ તારફેન્શીંગ કેમ નથી. માત્ર પીપાવાવ પોર્ટ વિસ્તારમાં તાર ફેન્સીંગ લગાડવામાં આવ્યા છે.

No comments: