
તાલાલા તા.૧ :
સાસણ વન વિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડે આજે બપોરે સાસણમાં
આવેલી રાષ્ટ્રીયકૃત બેંકના મેનેજર ઉપર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરતા
અને બાદમાં બેંકમાં તોડફોડ કરી પોતાનાં પર પણ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો
પ્રયાસ કરતા સાસણમાં ચકચાર મચી ગઈ છે.- ફડાકા મારી, ગાળો આપી જતો રહ્યા બાદ ફરી આવ્યો : આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો
સાસણ ઓ.પી.ના સ્ટાફ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધર્યા બાદ તાલાલાથી પણ પોલીસનો કાફલો સાસણ દોડી ગયો હતો અને બનાવની ગંભીરતા સમજી વનકર્મી કોઈ અન્ય પગલા ભરે તે પહેલા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. બપોરના સમયે જયારે આ બનાવ બન્યો ત્યારે બેંકમા અન્ય ગ્રાહકોની પણ ભારે ભીડ હતી. આથી, થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી પણ બાદમાં પોલીસ આવી જતા મામલો થાળે પડયો હતો અને બેંકીગ કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=39572
No comments:
Post a Comment