Tuesday, September 30, 2014

સરસિયાની સીમમાં કૂવામાં પડી જતાં સિંહબાળનું મોત.

Bhaskar News, Dhari | Sep 21, 2014, 03:21AM IST
- વધુ એક સિંહબાળ કાળનો કોળિયો બન્યું

ધારી: ગીરપુર્વ જંગલ વિસ્તારમાં શુક્રવારે રાત્રિના સરસીયા ગામની સીમમાં બની હતી. અહી 70 ફુટ ઉંડા કુવામા એક સિંહબાળ પડી જતા મોતને ભેટયું હતુ. ધારી ગીરપુર્વની સરસીયા રેંજમા નાગજીભાઇ નાથાભાઇ પરમારની વાડીમાં ખુલ્લો કુવામાં શુક્રવારે રાત્રિના સિંહબાળ ખાબકયું હતુ. સવારે નાગજીભાઇએ આ અંગે વનવિભાગને જાણ કરી હતી. જેના પગલે  ફોરેસ્ટર.વેગડા, સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. 70 ફુટ ઉંડા કુવામા 25 ફુટ પાણી ભરેલુ હોય કુવામાંથી સિંહબાળના મૃતદેહને બહાર કાઢવામા આવ્યો હતો. બાદમાં ડો. વામજા દ્વારા પીએમ કરાયુ હતુ. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતુ કે સિંહબાળ અઢી માસનુ હતુ. અને ગઇકાલે તેની માતા સાથે આ વિસ્તારમાં જોવા મળ્યું હતું

ગીરના વાડી ખેતરોમાં ખુલ્લા કૂવાઓ જોખમી

ગીરકાંઠાના અનેક ગામોમાં આવેલા વાડી ખેતરોમાં હજુ પણ મોટી સંખ્યામાં ખુલ્લા કુવાઓ આવેલા છે. ખુલ્લા કુવાઓમાં અનેક વખત વન્યપ્રાણીઓ પડી જાય છે અને મોતને ભેટી રહ્યાં છે. વનવિભાગ દ્વારા પણ ખેડૂતોને અનેક વખત સુચનાઓ આપવામા આવે છે તેમ છતા ખુલ્લા કુવાઓને ઢાંકવાની કોઇ કામગીરી કરવામા નથી આવતી. જેના કારણે આવા બનાવો વધી રહ્યાં છે.

No comments: