Tuesday, September 30, 2014

લાઠીમાં પંખીઓની ચણ માટે થાય છે નાટક.

Bhaskar News, Lathi | Sep 26, 2014, 00:01AM IST

- જીવદયા: 146 વર્ષથી ચાલી આવતી પરંપરા, પેઢીઓ બદલાઇ ગઇ પણ ઉત્સાહ હજુ એટલો જ છે
- મહાકાળી નવરાત્રી નાટક મંડળ દ્વારા નવ દિવસ સુધી જુદાજુદા નાટકો ભજવાશે

લાઠી: લાઠીમાં છેલ્લી દોઢ સદીથી મહાકાળી નવરાત્રી નાટક મંડળ દ્વારા પક્ષીઓના ચણ માટે નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી નાટકો યોજવામા આવે છે. 146 વર્ષથી ચાલતી આવતી આ પરંપરા જાળવી રાખી ચાલુ સાલે પણ લાઠીમાં વિર હમીરસિંહજી ગોહિલ, સોમનાથની સખાતે, જય ચિતોડ, સત્યવાન સાવિત્રી જેવા નાટકો યોજાશે. લાઠીમા રાજાશાહીના વખતથી આ પરંપરા શરૂ થઇ હતી. અબોલ પંખીડાઓના ચણની વ્યવસ્થા કરવા માટે 146 વર્ષ પહેલા શેરી નાટક ભજવવાનો આરંભ થયો. પાંચ પાંચ પેઢીઓ બદલાઇ ગઇ પરંતુ નવી નવી પેઢીઓ દ્વારા પણ ભારે ઉત્સાહ અને ખંતથી આ પરંપરાને જાળવી રાખવામા આવી છે.

અહી દર વર્ષે નવરાત્રીમાં મહાકાળી નવરાત્રી નાટક મંડળના સભ્યો દ્વારા જુદાજુદા નાટકો ભજવવામા આવે છે અને એ દરમિયાન મળેલી રોકડ રકમ કે અનાજનો પંખીઓની ચણ માટે ઉપયોગ કરવામા આવે છે. મંડળ દ્વારા અહી અનુદાન આપવાની ઇચ્છા વ્યકત કરનાર પાસેથી મકરસંક્રાંતિના દિવસે અનાજ એકઠુ કરવામા આવે છે. લાઠીમાં લુવારીયા દરવાજા પાસે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે આ ચણ નાખવામા આવે છે. ચાલુ સાલે વિર હમીરસિંહજી ગોહિલ, સોમનાથની સખાતે, સત્યવાન સાવિત્રી જેવા જુદાજુદા નાટકો ભજવવામા આવશે.

No comments: