Friday, January 31, 2020

તુલસીશ્યામ રેન્જમાં માતાથી વિખૂટા પડેલા એક માસના સિંહબાળનું 5 દિવસની સારવાર બાદ મોત

  • જસાધાર એનિમલ કેર ખાતે સારવાર ચાલી રહી હતી, માતાના વિરહમાં સિંહબાળનું નબળાઇના કારણે મોત

Divyabhaskar.Com

Dec 23, 2019, 04:01 PM IST
ખાંભા: તુલસીશ્યામ રેન્જમાં પીપળવા રાઉન્ડના ખડાધાર રેવન્યુ વિસ્તારમાંથી 1 માસનું સિંહબાળ માતાથી વિખૂટું પડી ગયું હતું. તેને જસાધાર એનિમલ કેર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. બાદમાં આજે 5 દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વન વિભાગ સિંહણને શોધવામાં નિષ્ફળ ગયું છે.
વન વિભાગ સિંહણને શોધવામાં નિષ્ફળ
ખડાધાર રેવન્યુ વિસ્તારમાં 5 દિવસ પહેલા સિંહબાળ માતાથી વિખૂટું પડી ગયું હતું. બાદમાં સ્થાનિક વનવિભાગ દ્વારા સિંહબાળને જસાધાર એનિમલ કેર ખાતે સારવાર અર્થે મોકલી આપ્યું હતું. સિંહબાળ જ્યારથી માતાથી વિખૂટું પડતા માતા સિંહણના વિરહમાં નબળું પડતું જતું હતું અને તેના કારણે જ મોતને ભેટ્યું હતું. બીજી તરફ સિંહબાળ માતાથી વિખૂટું પડ્યા બાદ આજ દિન સુધી સિંહબાળની માતા સાથે મિલન કરાવવામાં સ્થાનિક વનતંત્ર નિષ્ફળ ગયું છે. આ ઘટના અંગે એસીએફ નિકુંજ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત થતા સિંહબાળનું મોત થયાનું સ્વીકાર્યું હતું અને જણાવ્યું હતું કે સિંહબાળનું જસાધાર ખાતે વેટરનરી ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી. પરંતુ તેનામાં વધારે પડતી નબળાઈ આવી જવાથી આજે તે મોતને ભેટ્યું હતું.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/1-month-lion-cub-death-in-jasadhar-animal-care-center-126361687.html

No comments: