Friday, January 31, 2020

તુલશીશ્યામ રેન્જમાં ખેતરમાં આરામ કરતા બે સિંહો સાથે યુવકે હાથમાં લાકડી રાખી ફોટા પડાવ્યા


સિંહની નજીક જઇ હાથબતીનો પ્રકાશ પાડી ફોટા પડાવ્યા
સિંહની નજીક જઇ હાથબતીનો પ્રકાશ પાડી ફોટા પડાવ્યા
1
2

  • વન વિભાગ આવા શખ્સો સામે કાર્યવાહી કરવાને બદલે નિવેદનો નોંધી સંતાષ માને છે

Divyabhaskar.Com

Jan 08, 2020, 03:47 PM IST
ખાંભા: તુલશીશ્યામ રેન્જમાં સબ સલામતના દાવા વચ્ચે અવાર નવાર સિંહોની પજવણીના વીડિયો અને ફોટો વાયરલ થાય છે. વન વિભાગ આવા લોકો સામે કોઇ જ કાર્યવાહી કરવાના બદલે ફક્ત નિવેદન લઇને સંતોષ માની લે છે. જેથી સિંહોની પજવણી કરતા લોકોને મોકળુ મેદાન મળ્યું છે. ત્યાં વધુ એક યુવકના સિંહ સાથેના અલગ અલગ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ યુવક પણ રબારીકા રાઉન્ડનો હોવાનું સામે આવ્યું છે. આ યુવકે બે સિંહો સાથે રાત્રીના સમયે ત્રણ અલગ અલગ ફોટો પાડ્યાનું બહાર આવ્યું છે તે પણ સિંહની તદન નજીકથી હાથમાં લાકડી રાખી. આના પરથી એ પણ જાણી શકાય છે કે રબારીકા રાઉન્ડમા સિંહો કેટલા સુરક્ષિત છે?
વારંવાર પજવણીથી સિંહો ઉશ્કેરાય છે અને માનવી પર હુમલા કરે છે
થોડા દિવસ પહેલા રબારીકા રાઉન્ડના એક વ્યક્તિએ સિંહ સાથે પોતાનો વીડિયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પણ ઉપરી અધિકારીઓના આષિર્વાદથી જવાબદાર વન અધિકારીઓએ તેની સામે હજુ સુધી કોઇ જ કાર્યવાહી કરી નથી. સરકાર દ્વારા અવારનવાર આવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા વન વિભાગને આદેશો કરવામાં આવે છે તેમ છતાં કોઇ અકળ કારણોસર વન વિભાગ દ્વારા આવા તત્વો સામે કોઇ જ કાર્યવાહી નથી કરાતી. આવી રીતે વારંવાર પજવણીથી સિંહો ઉશ્કેરાય છે અને સ્થાનિક લોકો, ખેડૂતો પર સિંહ દ્વારા હુમલા થવાની શક્યતા વધી જાય છે. હવે આ બાબતે તુલશીશ્યામ રેન્જના જવાબદાર વન અધિકારીઓ કોઇ કાર્યવાહી કરશે? કે પછી હંમેશાની જેમ સબ સલામતના પોકળ દાવા કરશે એ તો આવનારો સમય જ કહેશે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/young-man-torture-to-two-lion-and-click-photos-near-khanbha-126467371.html

No comments: