Friday, January 31, 2020

બે સિંહબાળે રાયડી ગામની શાળાના ઓરડામાં અને બે સિંહોએ પડતર મકાનમાં ધામા નાંખ્યા

  • 4 સિંહોએ ગામને બાનમાં લીધું, વન વિભાગની ટીમે પકડવાની કાર્યવાહી હાથ ધરી

Divyabhaskar.Com

Jan 31, 2020, 01:34 PM IST
ખાંભા: ખાંભાના રાયડી ગામની પ્રાથમિક શાળાના એક ઓરડામાં બે સિંહબાળએ ધામા નાખ્યા છે. તો બીજી તરફ આ જ ગામમાં રહેતા ભીખાભાઇ દેવજીભાઇ બરવાળિયાના પડતર મકાનમાં બે સિંહોએ ધામા નાંખ્યા છે. આમ 4 સિંહોએ ગામને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વન વિભાગની ટીમ દોડી આવી ચારેય સિંહોને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
શાળામાં 130 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
રાયડી ગામની શાળામાં 130 વિદ્યાર્થીઓ અબ્યાસ કરે છે. ત્યારે સિંહબાળ આવી ચડતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના સરપંચ શાંતિભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, શાળાની હાલત એટલી જર્જરીત છે કે સ્લેબના પોપડા પડી રહ્યા છે. સિંહો માટે પણ આ શાળાના જર્જરિત રૂમ મોત સમાન હાલ જોવા મળી રહ્યા છે. આ ખંડેર હાલતમાં આવેલી શાળાને પાડવા માટે ઘણા સમયથી મંજૂરી માંગી છે પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી આપવામાં આવી નથી.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/four-lion-come-in-rayadi-village-of-khanbha-126640880.html

No comments: