Friday, January 31, 2020

સિંહ સિંહણની એકદમ નજીક પહોંચતા સિંહણે ઉશ્કેરાઈને સિંહને પંજો મારી દીધો

Divyabhaskar.Com

Jan 09, 2020, 03:15 PM IST
જૂનાગઢ: ગીરના જંગલમાં સફારીના 10 નંબરના રૂટ પર સોમવારે સવારે એક સિંહ અને સિંહણ વચ્ચે લડાઈ થઈ હતી. વિવિધ કારણોસર સિંહ-સિંહણ વચ્ચે લડાઈ થતી જ હોય છે પણ અત્યારે જે લડાઈ થઈ હતી તે મેટિંગ માટેની હોય તેવું સ્પષ્ટ જણાતું હતું. સિંહણ રસ્તા પર બેઠી હતી ત્યારે સિંહ આજુબાજુમાં સૂંઘતો-સૂંઘતો તેની પાસે આવ્યો. સિંહ જ્યારે સિંહણની એકદમ નજીક પહોંચી ત્યારે સિંહણ ઉશ્કેરાઈને સિંહને પંજો મારી દીધો અને બંનેએ સામસામે ઘૂરકિયાં કર્યા. થોડીવાર બાદ સિંહણ ત્યાં જ બેસી ગઈ અને સિંહ તેની આજુબાજુમાં ફરતો રહ્યો અને સિંહણ જંગલ તરફ ચાલવા લાગી. બાદમાં સિંહ પણ તેની પાછળ ચાલવા લાગ્યો. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સિંહનો મેટિંગ પિરિયડ ચોમાસામાં હોય છે, પણ ઘણાં કિસ્સામાં અન્ય સિઝનમાં પણ સિંહ મેટિંગ કરતા હોય છે. 
સિંહ, સિંહણના ઝઘડાનાં અનેક કારણો
ડીસીએફ ધીરજ મીતલના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે જંગલમાં સિંહ, સિંહણ ઝઘડો કરતા જોવા મળે છે. પરંતુ તેમનાં કારણો અલગ અલગ હોય છે. મેટિંગના સમયે ઝઘડો થાય, સિંહ અન્ય વિસ્તારનો હોય ને સિંહણના વિસ્તારમાં ઘૂસી આવે તો પણ ઝઘડો થઇ શકે છે. તેમજ ખાસ કરીને સિંહણ પાસે રહેલા બચ્ચાને બચાવવા માટે પણ સિંહ સાથે લડાઈ થઈ શકે છે. 
(તસવીર સૌજન્ય: ઝુબીન આશરા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lion-approached-the-lioness-and-lioness-attacks-on-the-lion-in-gir-forest-126467625.html

No comments: