
સાવરકુંડલાના દોલતી નજીકની સીમમાંથી રાજૂલા વનવિભાગે રોક પાઈથન પ્રજાતિનો રર ફુટ લાંબો અને ૬૦ કિલો વજન ધરાવતો મહાકાય અજગરને પકડી પાડયો છે.દોલતી નજીક ભાણાભાઈ જીવાભાઈની વાડીમાં આજે એક અજગર નિકળતા રાજુલા વન વિભાગને જાણ કરાઈ હતી. રાઉન્ડ ફોરેસ્ટર સોંદરવા સહિતનાં સ્ટાફે સ્થળ પર પહોંચી અજગરને પકડી પાડયો હતો. આ અજગર રોક પાઈથન પ્રજાતિનો હોવાનું વનવિભાગે જણાવ્યું હતું. અજગરનું વજન ૬૦ કિલો હતું. તેની લંબાઈ ર૦-રર ફુટની છે. અજગરને ઉંચકવા ૧૦-૧ર લોકોની જરૃર પડી હતી. મહાકાય અજગરને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મોકલી દેવાયો છે.
No comments:
Post a Comment