
છેલ્લા કેટલાય સમયથી આ દીપડાનો તરખાટ હતો
વિસાવદરનાં જાંબુડા (બાવાના ગામે) છેલ્લા કેટલાય સમયથી તરખાટ મચાવતો દીપડો વન વિભાગે પાંજરે પુરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જાંબુડા (બાવાના ગામે) દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભારે ભય પ્રસર્યો હતો. જેને લઇને વન વિભાગને પણ જાણ કરતા આ વિભાગ દ્વારા વિસાવદર રેન્જનાં એ.સી.એફ. ઠુંમરની સુચનાથી રમેશભાઇ પરમારનાં ખેતરમાં પાંજરૂ મુકાયુ હતું. જયારે આજે વહેલી સવારે પ.૩૦ કલાકે દીપડો પાંજરે પુરાયો હતો. આ કામગીરીમાં ફોરેસ્ટ એચ.એસ. ઠેબા, એમ.બી. બાબરીયા તથા ડાભીભાઇ સહિતે સતત ત્રણ દિવસ સુધી જોડાયા હતાં. જયારે દીપડોને પાંજરે પુરાયા બાદ વિસાવદર રેન્જ ઓફિસમાં લાવી અને બપોર બાદ સાસણ એમીનલ કેર સેન્ટરમાં મોકલી આપ્યો હતો.
દીપડાના પંજા સાવજ જેવા મોટા છે : એસીએફ
એ.સી.એફ. ઠુંમરે જણાવ્યું હતું કે આ નર દીપડો આશરે ૯ વર્ષની વયનો છે. તેમજ આવો ખૂંખાર દીપડો ભાગ્યેજ જોવા મળે છે. કે જેના પંજા સાવજ જેવા મોટા છે તેમજ તેને આગળનાં જમણા પગમાં સામાન્ય ઇજા પણ હોય જેથી એનીમલ કેર સેન્ટરમાં તેની પણ સારવાર અપાનાર છે.
No comments:
Post a Comment