
Bhaskar News, Amreli | May 14, 2013, 02:49AM IST
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજો દ્વારા માણસ પર
હુમલાની ઘટનાઓ નિરંતર બનતી જ રહે છે. આજે આવી એક ઘટના ખાંભા તાલુકાના
આંબલિયાળા ગામની સીમમાં બની હતી. જ્યાં આંબલિયાળાના રાવત બાલુભાઇ મકવાણા
(ઉ.વ.૧૭) નામના કોળી કિશોર પર સિંહણે હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી
દીધો હતો. આ કિશોર પોતાની વાડીએથી ખડીયાધામ મંદિરે જઇ રહ્યો હતો ત્યારે વાડમાંથી ગાડા માર્ગ પર જતા જ બચ્ચાવાળી સિંહણનો સામનો થઇ ગયો હતો. સિંહણે તેના બંને પગ પર બટકા ભરી લીધા હતા. પાછળ આવતા અન્ય કિશોરોએ શોરબકોર કરી સિંહણને ભગાડી મુકી હતી. બાદમાં આ કિશોરને સારવાર માટે પ્રથમ ખાંભા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં રફિર કરાયો હતો. આ ઘટના સવારે દસેક વાગ્યાના સુમારે બની હતી.
No comments:
Post a Comment