Friday, December 13, 2013

કોડીનાર પાસેથી સિંહબાળનો મૃતહેદ મળતા શંકા-કુશંકા.

Bhaskar News, Kodinar   |  Dec 13, 2013, 03:47AM IST
- કોટડા બંદર પાસેથી સિંહ બાળનો મૃતદેહ મળ્યો
કોડીનાર પાસેથી સિંહબાળનો મૃતહેદ મળતા શંકા-કુશંકા
- શંકા - કુશંકા : બાવળની ઝાડીમાં ફસાવાથી અથવા બિમારીને કારણે મોતનું પ્રાથમિક તારણ
વન વિભાગ લાકડાની ચોરી મુદ્દે પેટ્રોલીંગ હતો ત્યારે વાસથી ખબર પડી
- ત્રણ વર્ષ આસપાસનો સિંહ બાળનો મૃતદેહ મળી આવતા સ્થળ પર જ પીએમ કર્યુ


કોડીનાર તાબાનાં કોટડા બંદરનાં જંગલમાંથી ત્રણ વર્ષીય બાળ સિંહનો મૃતદેહ મળી આવતાં વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. સિંહ બાળનું મોત બાવળની ઝાડીમાં ફસાવાથી અથવા બિમારીથી થયાનાં પ્રાથમિક તારણ વચ્ચે અનેક શંકા-કુશંકાઓ જાગી છે.

પ્રાપ્ત માહિ‌તી મુજબ, કોડીનારથી ૨પ કિ.મી. દૂર કોટડાના જંગલમાં ગઢડા ફોરેસ્ટ વિભાગ લાકડાની ચોરી અંગે પેટ્રોલીંગ કરી રહ્યો હતો. ત્યારે કોટડા બંદર પાસે આવેલા જંગલમાં બાવળની ઝાડીમાં વાસ આવતાં વન કર્મીઓએ અહીં તપાસ કરી હતી. જેમાં આશરે ત્રણ વર્ષનાં સિંહબાળનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે જામવાળા ફોરેસ્ટમાં જાણ કરાતાં આરએફઓ એલ. ડી. પરમાર સ્ટાફ સાથે છારા બીટ અને સાસણ વેટરનરી ડોકટરની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને મૃતક સિંહબાળનું ઘટનાસ્થળેજ પીએમ કરવામાં આવ્યું હતું.

સિંહબાળનો મૃતદેહ વિખેરાયેલી સ્થિતીમાં હોઇ તેને આજે સાંજે ઘટનાસ્થળેજ અગ્નિ‌દાહ આપવામાં આવ્યો હતો.બીજી બાજુ હાલ તો પીએમની કાર્યવાહી બાદ વિશેરા લઇ જવાયા છે. તેનાં પરિક્ષણ બાદ સિંહબાળનાં મોતનું કારણ જાણવા મળશે.પરંતુ જામવાળા આરએફઓએ બિમાર અથવા બાવળની ઝાડીમાં ફસાવાથી આવું બન્યું હોય એવું પ્રાથમિક તારણ આપ્યું હતું.

No comments: