Saturday, December 7, 2013

સોરઠમાં દસકામાં ૧૮.પ૩ લાખ વૃક્ષો વધ્યા.


સોરઠમાં દસકામાં ૧૮.પ૩ લાખ વૃક્ષો વધ્યા
Sarman ram, Junagadh | Dec 07, 2013, 01:34AM IST
- બિન જંગલ વિસ્તારમાં વૃક્ષોની ગણતરી કરાઇ : ગાંડા બાવળ સૌથી વધુ, બીજા ક્રમે આંબાનાં ઝાડ

ટ્રી આઉટસાઇડ વન વિભાગે બિન જંગલ વિસ્તારમાં આવેલા વૃક્ષોની ગણતરી કરી હતી. દર પાંચ વર્ષે વૃક્ષોની ગણતરી કરવામાં આવતી હોય છે. વર્ષ ૨૦૧૩માં કરવામાં આવેલી ત્રીજી બિન જંગલ વિસ્તારની વૃક્ષ ગણતરીનાં આંકડા વન વિભાગે જાહેર કર્યા છે. આ ગણતરી દરમ્યાન સોરઠમાં ૧૮૯.૯૧ લાખ વૃક્ષ હોવાનું માલુમ પડયું છે. જેમાં સૌથી વધારે વૃક્ષ ગાંડા બાવળનાં ૨૯.૭પ લાખ છે. બીજા ક્રમે આંબાનાં ૨૦.૬૪ લાખ છે. છેલ્લા ૧૦ વર્ષમાં સોરઠમાં ૧૮.પ૩ લાખ વૃક્ષનો વધારો થયો છે.

સોરઠની એક બાજુ સમુદ્ર અને બીજી બાજુ લીલી વનરાજી આવેલી છે. કૃદરતી સાંૈદર્યથી સોરઠ ભરપુર છે. સોરઠનાં બે ભાગ પડી જાય છે. એક જંગલ વિસ્તાર અને બીજો બીન જંગલ વિસ્તાર. ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ ( ટીઓએફ) દ્વારા દર પાંચ વર્ષે બિન જંગલ વિસ્તારમાં વૃક્ષોની ગણતરી કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૩, ૨૦૦૮ અને છેલ્લે ૨૦૧૩માં બિન જંગલ વિસ્તારમાં આવેલા વૃક્ષોની ગણતરી કરવામાં આવી હતી. સોરઠમાં મુખ્ય આંબા, ગાંડા બાવળ, નાળિયેરી, દેશી બાવળ અને લીમડાનાં મુખ્ય વૃક્ષો છે. છેલ્લા દસકામાં સોરઠમાં સરેરાશ ૪૪ ઇંચ વરસાદ થયો છે. જેનાં કારણે વૃક્ષોની સંખ્યામાં પણ વધારો થયો છે. બિન જંગલ વિસ્તારમાં કરવામાં આવેલી વૃક્ષોને છેલ્લી ગણતરીમાં સોરઠમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃક્ષોની સંખ્યા વધી છે. વર્ષ ૨૦૧૩ની ગણતરીમાં વૃક્ષોની કુલ સંખ્યા ૧૮૯.૯૧ લાખ નોંધાઇ છે. જેમાં સૌથી વધારે ૨૯.૭પ લાખ ગાંડા બાવળ અને તેની પ્રજાતીનાં છે. જ્યારે બીજા ક્રમે ૨૦.૬૪ લાખ આંબાનાં વૃક્ષ આવેલા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૧,૮૬,૨૭,૨૯૦ વૃક્ષ છે. અને શહેરી વિસ્તારમાં ૩,૬૩,૮૬૦ વૃક્ષ નોંધાયા છે.તેમજ કોસ્ટલ એરીયામાં ગાંડા બાવળ તથા માંગરોળ પંથકમાં નાળિયેરીનાં વૃક્ષો વધારે છે. જ્યારે ગાંડા બાવળની સંખ્યામાં ઘટાડો થયો છે.

પાંચ વર્ષમાં આંબાનાં ઝાડ વધ્યા
સોરઠની કેસર કેરી વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. કેસર કરીનુ સૌથી વધારે ઉત્પાદન સોરઠમાં થાય છે. ત્યારે છેલ્લા પાચ વર્ષમાં આબાનાં વૃક્ષોમાં નોંધપાત્ર સંખ્યાનો વધારો થયો છે.

સોરઠમાં આંબાનાં વૃક્ષ સૌથી વધારે
સોરઠ કેસર કેરીનો ગઢ ગણાય છે. રાજયમાં સોરઠમાં સૌથી વધારે આંબાનાં ૨૦.૬૪ લાખ વક્ષ્² છે. જયારે બીજા ક્રમે ૧૬.૪૮ લાખ સાથે નવસારીનો સમાવેશ થાય છે. તમામ વૃક્ષોની સૌથી વધારે સંખ્યા સુરેન્દ્ર નગર જિલ્લામા ૧૨,૮૦૦ વૃક્ષોની છે. જયારે રાજયમાં પાંચમા ક્રમે આંબાનાં વક્ષ્² છે. રાજયમાં કુલ આંબાનાં વૃક્ષ ૧૩૧.૬૬ છે.

સોરઠમાં કયાં કેટલા વૃક્ષ ?
વૃક્ષ સંખ્યા ( લાખમાં)
ગાંડા બાવળ ૨૯.૭પ
આંબા ૨૦.૬૪
નાળિયેરી ૧પ.૮૪
દેશી બાવળ ૧૧.૩પ
લીમડો ૧૦.૪૪
સુબાવળ ૮.૬૯
ગોરસ આંબલી ૬.૬૩
સીતાફલ પ.૩૧
શરૂ ૪.પ૦
ખાખરા ૪.૧૦
અન્ય ૭૨.૬૭
કુલ ૧૮૯.૯૧

No comments: