Bhaskar News, Veraval
| Dec 01, 2013, 03:25AM IST
- ચોરવાડમાં કુવામાંથી બે સિંહનાં બચ્ચાને ઉગારવા રેસ્કયુ ઓપરેશન![સિંહનાં બે બચ્ચાં કૂવામાં ખાબક્યા, બચાવવા આદર્યું રેસ્ક્યુ ઓપરેશન સિંહનાં બે બચ્ચાં કૂવામાં ખાબક્યા, બચાવવા આદર્યું રેસ્ક્યુ ઓપરેશન](http://i7.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2013/12/01/7589_kid--00.jpg)
ચોરવાડ નજીકનાં બાસરની ભા વિસ્તારમાં આવેલ ખેતરનાં કુવામાં આજે વ્હેલી સવારે અઢી વરસની ઉંમરનાં સિંહનાં બે બચ્ચા પડી જતાં વન વિભાગે બંને બચ્ચાઓને રેસ્કયુ હાથ ધરી હેમખેમ બચાવી લઇ બચ્ચાની માતા સિંહણ સાથે મિલન કરાવેલ હતું.
આ ઘટના અંગે વેરાવળ રેન્જનાં આરએફઓ ડીડીયાએ જણાવેલ હતુ કે, ચોરવાડ નજીકનાં બાસરની ભા વિસ્તારમાં ખેડૂત ગોવિંદ રાઠોડનું ખેતર આવેલ છે આજે વ્હેલીસવારે તે વિસ્તારમાં ટહેલતી બે સિંહણત અને તેના બે બચ્ચા ફરી રહેલ હતા.
![સિંહનાં બે બચ્ચાં કૂવામાં ખાબક્યા, બચાવવા આદર્યું રેસ્ક્યુ ઓપરેશન સિંહનાં બે બચ્ચાં કૂવામાં ખાબક્યા, બચાવવા આદર્યું રેસ્ક્યુ ઓપરેશન](http://i10.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2013/12/01/7589_kid--06.jpg)
બંને બચ્ચાઓને બહાર કાઢી તેઓનું વન વિભાગનાં તબીબો પાસે તપાસ કરાવતા બચ્ચાઓને કોઇપણ જાતની ઇજા કે નુકશાન થયેલ ન હોવાનું જણાવેલ હતું. સિંહણનાં બંને બચ્ચાઓને બહાર કાઢયા બાદ દસેક વાગ્યા આસપાસ બચ્ચાઓનું તેમની માતા સિંહણ સાથે મિલન કરાવવામાં આવેલ હતું અને આજે દિવસભર બચ્ચા તથા તેમની માતા સિંહણ પર વન વિભાગનાં ફોરેસ્ટર દ્વારા નજર રાખવામાં આવેલ હોવાનું જણાવેલ હતું.
No comments:
Post a Comment