Saturday, February 28, 2015

ગીર પંથકમાં 27 ફાર્મહાઉસ, હોટેલ કરી દેવાયા સીલ, અનેક ગામમાં અફડાતફડી.

Bhaskar News, Talala Feb 27, 2015, 12:16 PM IST
તાલાલા: ગીર અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતા હોટેલ - ફાર્મહાઉસોને બંધ કરવા હાઇકોર્ટે આપેલા નિર્દેશ પ્રમાણે આજે ગીર-સોમનાથ જિલ્લા તંત્રે 27 ફાર્મહાઉસને સીલ કરી દીધા હતા.ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રાંત અધિકારીઓ વિરાણી, કલ્પનાબેન ત્રિવેદી, ડી.જે.બરંડા અને પ્રજાપતિનાં નેતૃત્વ હેઠળ તાલાલા, ઊના, સુત્રાપાડા, કોડીનારનાં મામલતદારો, આરએફઓ કનેરીયા, વી.જે.જાડેજા, પોલીસ, પીજીવીસીએલની સંયુકત બનેલી ચાર ટીમોએ આજે સવારથી ભોજદે, બોરવાવ, ચિત્રોડ, આંકોલવાડીમાં ગેરકાયદેસર ચાલતાં ફાર્મહાઉસો સીલ કરવાની કામગીરી શરૂ કરતાં ભોજદેમાં એક સંચાલક સામે તંત્રએ કડકાઇ દાખવવી પડી હતી.
(જિલ્લા તંત્રએ 27 ફાર્મહાઉસને સીલ કરી દીધા હતા જે કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે)
ઉંદરડા સીલ તોડી નાંખે તો.?
અમુક સંચાલકોએ સીલથી બચવા રૂમોના દરવાજા કાઢી નાંખેલ પરંતુ અધિકારીઓએ દોરીથી ચોકડી મારી સીલ મારતા સંચાલકો કહેવા લાગ્યા કે ઉંદરો કાપી નાંખશે તો શું કરવું ? તો તમારે જ ભોગ બનવું પડશે એમ અધિકારીઓએ શાનમાં સમજાવી દેતા ઢીલાઢફ થઇ ગયા હતાં.


ભેંસો માટે એસી શૌચાલય
તંત્રની તવાઇથી બચવા ઘણા ફાર્મહાઉસ સંચાલકોએ ટુરીસ્ટો માટે બનાવેલા મોટા હોલમાં ઘાંસચારો રાખી ભેંસોને પુરી દીધી હતી. હોલમાં એસી એટેચ બાથરૂમ જોઇ તમારી ભેંસો આનો ઉપયોગ કરે છે? એવો અધિકારીઓએ પ્રશ્ન પુછવો પડયો હતો.
2 of 5 ફાર્મહાઉસ  - હોટેલોનાં નામ
- ભોજદેમાં વિહાર, સફારી, સનરાઇઝ, શ્રીજી, વાઇડરનેસ, રાધે , ખોડલ, રામેશ્વર, સોરઠ, બોરવાવમાં રીશી, વન વિહાર,  બંસી, શકિત, માહી, પુષ્પમ, જયોતિ, ગરવી સહિતનો સમાવેશ થાય છે.

No comments: