Saturday, February 28, 2015

અમરેલીમાં ઘાયલ સિંહ બાળ અને બિમાર દિપડાને સારવાર.

Bhaskar News, Dhari Feb 24, 2015, 00:04 AM IST

- વનતંત્રએ એક જ દિવસમાં બે વન્ય પ્રાણીનો જીવ બચાવ્યો

ધારી: અમરેલી જિલ્લાના વનતંત્રએ છેલ્લા 24 કલાક દરમીયાન એક દિપડા અને એક સિંહબાળને બિમાર અને ઘાયલ હાલતમાં ઝડપી લઇ તેની સારવાર કરી હતી. દિપડાને સારવાર આપી મુક્ત કરાયો હતો જ્યારે સિંહબાળને હજુ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ છે.

ધારી તાલુકાના સરસીયા ગામની સીમમાં ધોળી કાકરી જંગલ વિસ્તારમાં એક છએક માસની ઉંમરનું સિંહબાળ પગે લંગડાતી હાલતમાં ચાલતુ હોવાની વનતંત્રને બાતમી મળી હતી. ડીએફઓ અંશુમન શર્માની સુચનાને પગલે ડો. હિતેષ વામજા, જે.ડી. બાયલ, અમિતભાઇ ઠાકર વિગેરે સ્ટાફે આજે આ સિંહબાળને પાંજરે પુર્યુ હતું. વનતંત્રની તપાસમાં આ સિંહબાળના પગમાં ઇજા હોવાનું જણાયુ હતું. હાલમાં ધારીની વન કચેરી ખાતે આ સિંહબાળને સારવાર આપવામાં આવી રહી છે.

આવી જ રીતે સાવરકુંડલા રેન્જના રૂગનાથપુર ખોડી ગામની સીમમાં એક દિપડો બિમાર હાલતમાં હોવાની વનતંત્રને જાણ થઇ હતી. એસીએફ મુનીને સુચનાને પગલે વનતંત્ર દ્વારા જાળની મદદથી આ બિમાર દિપડાને પકડવામાં આવ્યો હતો. ડો. હિતેષ વામજા દ્વારા તેની સારવાર કરાઇ હતી. દિપડાને લોહીમાં ઇન્ફેક્શન હોવાનું જણાયુ હતું. જો કે આજે વનતંત્રએ દિપડાને સારવાર આપી પુન: તેની ટેરીટરીમાં મુક્ત કરી દીધો હતો.

વન તંત્ર દ્વારા સિંહબાળ અને દિપડાને સારવાર આપી તેમના જીવ બચાવવાની કામગીરીના પગલે વનય પ્રેમીઓમાં હર્ષની લાગણી પ્રસરી હતી. જયારે આ રીતના કિસ્સાઓ વધતા અને બિમારીને કારણે કારણ જાણવા વનતંત્ર પણ સક્રીયરીતે કામગીરી કરી રહ્યું છે.

No comments: