Saturday, February 28, 2015

મહા શિવરાત્રીનાં મેળા દરમિયાન ગિરનાર મહોત્સવ માટે દરખાસ્ત.

DivyaBhaskar News Network Feb 28, 2015, 03:50 AM IST
 



જૂનાગઢઉપરકોટ વિકાસ અને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી હતી.જેમાં રાજય સરકારે ફાળવેલા 10 કરોડમાંથી જિલ્લાનાં ત્રણ પ્રવાસન સ્થળનો વિકાસ કરવાનો છે.તેના આયોજન માટેની બેઠકમાં જૂનાગઢ જિલ્લાનાં 21 પ્રવાસન સ્થળની યાદી તૈયાર કરવામાં આવી છે. બેઠકમાં કચ્છ મહોત્સવની જેમ શિવરાત્રીનાં મેળા દરમિયાન ગિરનાર મહોત્સવ માટે રાજય સરકારમાં દરખાસ્ત કરાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજય સરકારે દરેક કલેકટરને 10 કરોડની ગ્રાન્ટ આપી છે.જેમાંથી જિલ્લાનાં કોઇ પણ ત્રણ પ્રવાસન સ્થળનાં વિકાસમાં તે રકમ વાપરવાની છે.તેના આયોજન માટે આજે કલેકટર આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં ઉપરકોટ વિકાસ અને જિલ્લા પ્રવાસન સમિતીની બેઠક મળી હતી. જેમાં જિલ્લાનાં દરેક તાલુકામાં આવેલા ઐતિહાસીક અને પૌરાણીક સ્થળની યાદી મંગાવવામાં આવી હતી.તેના પર ચર્ચા વિચારણાં કરવામાં આવી હતી.જૂનાગઢ જિલ્લાનાં તાલુકામાંથી 21 પ્રવાસન સ્થળની યાદી આવી હતી.બેઠકમાં 21 પ્રવાસન સ્થળની યાદી તૈયારી કરી સરકારમાં મોકલવામાં આવશે.બાદ તેમાથી કોઇ પણ ત્રણ સ્થળ પસંદ કરવામાં અાવશે.

પછી તે સ્થળનો વિકાસ કરવામાં આવશે.આ ઉપરાંત જૂનાગઢમાં પ્રવાસીઓને આકર્ષવા માટે થઇને શિવરાત્રીનાં મેળા દરમિયાન કચ્છમાં યોજાતા મહોત્સવની જેમ ગિરનાર મહોત્સવ માટે દરખાસ્ત કરવામાં આવશે.આ અંગે ગ્રાન્ટની માંગ કરવામાં અાવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.

No comments: