Monday, August 31, 2015

માણેકવાડા વાડી વિસ્તારમાંથી રાત્રે 8 ફૂટનો મગર પકડી લેવાયો

માણેકવાડા વાડી વિસ્તારમાંથી રાત્રે 8 ફૂટનો મગર પકડી લેવાયો
Bhaskar News, Keshod/ Manekvada

Aug 25, 2015, 00:20 AM IST
કેશોદ, માણેકવાડા: કેશોદ માણેકવાડા અને મઘરવાડાની સીમ નજીક આવેલ પરબતભાઈડાંગરના ખેતરમાં રાત્રે 11 વાગ્યે જોવા મળતા તેમણે ફોરેસ્ટવિભાગને જાણ કરી હતી. આથી અજાબ વનપાલ સહાયક સ્ટાફના એસ.બી. ચાવડા તેમની ટીમ સાથે માણેકવાડા સીમ ખાતે દોડી ગયા હતા અને ખેડૂત પરબતભાઈની વાડીમાં પહોંચી મગરને ઝડપી લેવા રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અને મગર કોઈ જાનહાનિ કે કોઈને ઈજા પહોંચાડે તે પહેલા ઝડપાઈ જતા માણેકવાડા અને મઘરવાડાના વાડી વિસ્તારના ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે માણેકવાડાના સરપંચ અલ્પાબેન મુકેશભાઈ સોનારાએ મગર પકડવા માટે વનવિભાગને રજુઆતો પણ કરી હતી.

શું કહે છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ?

રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.બી. ચાવડાએ જણાવ્યું હતું કે, આ મગર વાડી વિસ્તારમાં આવ્યો હોવાની અમને રાત્રે 11:30 કલાકે જાણ કરવામાં આવી હતી. અને બે કલાકની જહેમત બાદ આ મગરને ઝડપી લેવામાં આવ્યો હતો. આ અંદાજે 8 ફૂટ લંબાઈ ધરાવતો વિશાળકાય મગર 7 થી 8 વર્ષની ઉંમરનો અને માદા હોવાનું ફોરેસ્ટ અધિકારી ચાવડાએ જણાવ્યું હતું. રાણીંગપરા નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો તેને સાસણ મગર ઉછેર કેન્દ્રમાં મોકલી આપવામાં આવશે.

No comments: