Monday, August 31, 2015

ગીરનાર સ્પર્ધાને સતાવાર રીતે લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

ગીરનાર સ્પર્ધાને સતાવાર રીતે લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
  • Bhaskar News, Junagadh
  • Aug 15, 2015, 00:13 AM IST
- અગાઉ ગીનીશ બુક ઓફ વર્લ્ડરેકોર્ડમાં નોંધાયેલ

જૂનાગઢ: છેલ્લા 44 વર્ષથી ચાલતી ગીરનાર આરોહણ સ્પર્ધાને ચાલું વર્ષે લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સતાવાર સ્થાન મળ્યું છે. અગાઉ આરોહણ સ્પર્ધાને ગીનીશ બુક ઓફ વર્લ્ડરેકોર્ડમાં સ્થાન મળી જ ચુક્યુ છે. જ્યારે ગત 4 જાન્યુઆરીએ સ્પર્ધા યોજાઇ ત્યારે સ્થળ પરજ વહીવટીતંત્રને  અમેઝીંગ એવોર્ડ પણ મળ્યો હતો. જ્યારે હવે લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં ગીરનાર સ્પર્ધાને સ્થાન મળતા ફરી એક વખત ગીરનાર સ્પર્ધા રાષ્ટ્રીય સ્તરે ઝબુકી છે.

યુવાનો માટે સાહસ અને શૌર્યના પ્રતિક સમાન ગીરનાર આરોહણ સ્પર્ધાને લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતાં જૂનાગઢ માટે ગૌરવપ્રદ બાબત છે. અગાઉ આ રેકોર્ડ નોર્વેમાં યોજાયેલી સ્પર્ધામાં 972 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે ગીરનાર સ્પર્ધામાં 22 જિલ્લાના 2324 સ્પર્ધકોએ ભાગ લઇ તે પૈકીના 2122 સ્પર્ધકોએ સ્પર્ધા નિયત સમય મર્યાદા એટલે કે 3 કલાકની અવધીમાં પુર્ણ કરી લેતા નોર્વેની સ્પર્ધાને ટક્કર મારી સાથી વધુ સ્પર્ધકો સાથે પર્વત સર કરવાનો રેકોર્ડ અંકીત કર્યો હતો.

જોકે, એવોર્ડ માટે જિલ્લાનાં કલેક્ટર આલોક કુમાર પાંડેનાં માર્ગદર્શનમાં વહીવટી તંત્ર દ્વારા ભારે તૈયારીઓ પણ કરાઇ હતી. તેમજ ગીરનાર સ્પર્ધાને રાષ્ટ્રીય સ્તરે નામનાં મળે એ માટે વહીવટી તંત્રના પ્રયાસો રહ્યા હતા. ગત 4 જાન્યુઆરીના યોજાયેલ સ્પર્ધામાં અમેઝીંગ એવોર્ડ પણ સ્થળ પર જ મેળવ્યા હતો. જયારે અગાઉ પણ ગીરનાર સ્પર્ધાએ ગીનીશ બુક ઓફ વર્લ્ડરેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા બાદ વધુ એક એવોર્ડ મળતા જૂનાગઢ વાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

No comments: