Monday, August 31, 2015

ગીરગઢડા પાસે કેનાલમાંથી દીપડાનો મળ્યો મૃતદેહ

ગીરગઢડા પાસે કેનાલમાંથી દીપડાનો મળ્યો મૃતદેહ
Bhaskar News, Una

Aug 19, 2015, 01:01 AM IST
ઊના: ગીરગઢડા પાસે મચ્છુન્દ્રી કેનાલમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. બીમારીનાં લીધે તેનું મોત થયાનું વન વિભાગે જણાવ્યું હતું. ગીરગઢડા નજીક દ્રોણ રોડ પર વાડી વિસ્તારમાં આવેલ મચ્છુન્દ્રી કાંઠે ઘેટા-બકરાને ચરાવતા ગોવાળને કેનાલની અંદર દીપડાનો મૃતદેહ પડેલો જોવા મળતાં જિ.પં.નાં સદસ્ય બાલુભાઇ હિરપરાને જાણ કરતાં તેઓએ વનતંત્રને ટેલિફોનથી વાકેફ કરતાં જશાધારનાં આરએફઓ પંડયા, ફોરેસ્ટર પોપટાણી સહિતનાં સ્ટાફ સ્થળ પર દોડી ગયેલ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જશાધાર લઇ આવ્યા હતાં. આ અંદાજે 14 વર્ષની ઉંમરનાં દીપડાનું મોત બીમારીને કારણે થયું હોવાનું પ્રાથમિક તારણ વનતંત્રએ જણાવ્યું હતું.

No comments: