Monday, August 31, 2015

મેંદરડા-સાસણ વચ્ચેનો રોડ પહોળો થશે

  • DivyaBhaskar News Network
  • Aug 27, 2015, 07:45 AM IST
ઘણાલાંબા સમયથી માણાવદર તેમજ આજુબાજુના ગામના લોકોની રસ્તાને લઇને માંગણી રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી. જેનું રાજ્ય સરકાર દ્વારા માણાવદરનાં વિકાસ કામો મંજુર કરવામાં આવ્યાં છે. કેટલા લાંબા સમયથી વનવિભાગો દ્વારા મેંદરડા-સાસણના રોડની મંજુરી આપવામાં આવતી હતી. તે માણાવદરનાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ મેંદરડા-સાસણનો રોડ પહોળો અને નવનિર્માણ કરવાનું મંજુર કરાવ્યું છે.

માણાવદર તેમજ આજુબાજુના ગામના લોકોની ઘણાં લાંબા સમયથી જાંબુડા ગામનો રોડ બનાવવાની માંગણી કરવામાં આવી હતી. માંગણી મુજબ સરકારમાં સતત રજુઆત કરી પોતાની જનતા માટે સખત મહેનત કરનાર ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ જાંબુડાના રોડ માટે રૂ. 60 લાખ મંજુર કરાવ્યા છે તેમજ માણાવદરના મેંદરડા ખડીયા રોડનું 17 કિમીનો રોડ 19 કરોડ 75 લાખના ખર્ચે ફોર ટ્રેક પહોળો થવાનું કામ પણ મંજુર કરાવ્યા છે. સરકારે કામ મંજુર કરી કાર્યપાલક ઇજનેરને તાત્કાલીક ટેનડર પ્રક્રિયા હાથ ધરાવાને આદેશ કર્યો છે. વનવિભાગ દ્વારા મેંદરડા-સાસણનાં રોડની મંજુરી ઘણાં કેટલાય સમયથી આપવામાં આવતી નહોતી તે મેંદરડા-સાસણનો 9 કિમીનો રોડ રૂ.37 કરોડ 25 લાખના ખર્ચે પહોળો તેમજ નવનિર્માણ કરવા માટે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. કામો તરત શરૂ કરવાનું ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું છે.

No comments: