Tuesday, May 31, 2016

પર્યાવરણ જાગૃતિ માટે અમદાવાદથી લીલીયા સુધી બાઇક રેલી નિકળશે

  • DivyaBhaskar News Network
  • May 20, 2016, 06:40 AM IST
ગ્રેટરગીર નેચર ટ્રસ્ટ તેમજ ઇન્ફિલ્ડ યાઇયારાઇડ અને વનવિભાગ સહિતના સંયુકત ઉપક્રમે ગ્રેટર ગીર બાઇક રેલીનું આયોજન કરવામા આવ્યું છે. જે અંતર્ગત ચાર દિવસ સુધી જુદાજુદા કાર્યક્રમો યોજાશે. વાઇલ્ડ લાઇફ અવેરનેશના હેતુ સાથે અમદાવાદથી લીલીયા સુધી બાઇક રેલીનું પણ આયોજન કરવામા આવ્યું છે.

ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટ દ્વારા ગ્રેટર ગીર બાઇક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે. તકે જર્મન ટાઉન એકેડમી અમેરિકાના ફિલાડેલ્ફિયામા આવેલ યુનિવર્સિટીના ધોરણ-12મા અભ્યાસ કરતા દસ વિદ્યાર્થીઓ નર્મદાબેન માધવરાય સવાણી ફાઉન્ડેશન તથા ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના સહયોગથી અમરેલી જિલ્લામા જુદાજુદા કાર્યક્રમમા ચાર દિવસ સુધી જોડાશે.

તા. 18ના રોજ મોટા ભમોદ્રા ગામે જુદીજુદી પ્રવૃતિઓ જેમ કે ગ્રામ સફાઇ, લોકલ કોમ્યુનિટી સાથે ઇન્ટરેકશન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ ડસ્ટબિન વિતરણ કરાયુ હતુ. ઉપરાંત તા. 19ના રોજ સવારે પાલિતાણા જૈન દેરાસરોની મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી. આવતીકાલે તા. 20ના રોજ મોટા ભમોદ્રા ખાતે ડેન્ટલ કેમ્પ યોજાશે. જેમાં વિદ્યાર્થી સ્વયંસેવકો કામગીરીમા જોડાશે.

તા. 21ના રોજ ટ્રસ્ટ દ્વારા વાઇલ્ડ લાઇફ અવેરનેશ માટે બાઇક રેલી તથા અવેરનેશ કાર્યક્રમમા પણ વિદ્યાર્થીઓ જોડાશે. તા. 22ના રોજ વલ્લભીપુર જૈન સંઘમા જોડાશે અને ભારતીય સંસ્કૃતિ વિશે જાણકારી મેળવશે. તા. 23ના રોજ સાસણ વનવિભાગ ખાતે રેસ્કયુ સેન્ટરની મુલાકાત અને વાર્તાલાપ પણ યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના મધુભાઇ સવાણી, ડો. ભાસ્કર સવાણી, ડો. નિરંજન સવાણી, વિશાલ શેઠ, રાજન જોષી, નિશીથ ભંડેરી, દેવેન્દ્ર સવાણી સહિત જહેમત ઉઠાવી રહ્યાં છે.

No comments: