
રાજુલા:
ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળી
રહ્યાં છે. ખાસ કરીને રાજુલા જાફરાબાદ પંથકના દરિયાકાંઠાળ વિસ્તારોમા પણ
સાવજોએ વસવાટ કર્યો છે. ત્યારે અહીનાં પીપાવાવ પોર્ટ નજીક પુલ ઉપર એક
ડાલામથ્થા સાવજે લટાર મારી હતી. અહીથી પસાર થતા વાહન ચાલકોએ પણ સિંહ
દર્શનનો લ્હાવો લીધો હતો. તો અહી સિંહોની સુરક્ષા માટે પ્રકૃતિપ્રેમીઓએ
માંગ ઉઠાવી છે.
પીપાવાવ પોર્ટ વિસ્તાર સિંહોનું નિવાસ્થાન બની ગયું છે. અહીં દરરોજ આ વિસ્તારમાં સિંહો ધોળા દિવસે લટાર મારવા નીકળી પડે છે. આજે પણ એક એવી ઘટના બની છે. પીપાવાવ બીએમએસના પુલ પર ડાલામથ્થો સિંહ આવી ચડયો હતો અને પુલ પર 13 મિનિટ સુધી આંટાફેરા મારતો જોવા મળ્યો હતો. અહીં પુલ પર દરરોજ નાના મોટા વાહનો પૂરપાટ ઝડપે દોડી રહ્યાં હોય ત્યારે સિંહ પ્રેમીઓમાં પણ નારાજગી સાથે સિંહોની સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા હતા.
આગળ જુઓ, વધુ તસવીરો
(તસવીરો: જયદેવ વરૂ)
No comments:
Post a Comment