Sunday, June 30, 2019

દિતલા ગામના ખેડૂતો પોણા ચાર વીઘા જમીનમાં કેરીની 14 પ્રકારની જાત વિકસાવી

ઉકાભાઇ નામના ખેડૂત ઓર્ગેનિક કેરી પકવી રહ્યા છે
ઉકાભાઇ નામના ખેડૂત ઓર્ગેનિક કેરી પકવી રહ્યા છે

  • ગત વર્ષ કરતા ઓણસાલ કેરીનો સારો ઉતારો

DivyaBhaskar.com

Jun 01, 2019, 10:46 AM IST
અમરેલી: ચલાલા નજીક આવેલ દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાની પોણા ચાર વિઘા જમીનમા 14 પ્રકારની કેરીની જાતો વિકસાવી છે. કોઇપણ પ્રકારની રાસાયણિક દવા વગર તેઓ ઓર્ગેનિક કેરીનો પાક લણે છે. ગત વર્ષ કરતા ઓણસાલ કેરીનો પાક સારો રહેવાની તેમણે સંભાવના વ્યક્ત કરી હતી.
રાસાયણિક ખાતરના ઉપયોગ વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરી પકવે છે

અમરેલી જિલ્લામા ખાસ કરીને ધારી પંથકમાં મોટા પ્રમાણમાં આંબાના બગીચાઓ આવેલા છે. અહીંની કેસર કેરીની જાતે દેશ વિદેશના સીમાડાઓ વટાવ્યા છે. ત્યારે અહીંના ચલાલા નજીક આવેલ દિતલા ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઇ ભટ્ટી પાછલા ત્રીસેક વર્ષથી 14 પ્રકારની કેરીની જાતો વિકસાવી મબલખ પાક લણી રહ્યાં છે. ઉકાભાઇએ જણાવ્યું હતુ કે અનેક વખત કેરીની સિઝન દરમિયાન માવઠાની ભીતિ સતાવે છે. જો કે ગત વર્ષ કરતા ઓણસાલ કેરીનો પાક સારો રહ્યો છે. હાલ બજારમાં કેરીનું પણ આગમન થઇ ગયું છે. તેઓ પોતાની પોણા ચાર વિઘા જમીનમાં વર્ષોથી જુદી જુદી જાતની કેરી કોઇપણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વિના ઓર્ગેનિક પધ્ધતિથી કેરી પકાવી રહ્યાં છે.
કંઇ કંઇ જાતો વિકસાવી છે?
પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઇ ભટ્ટીએ પોતાની જમીનમાં કેસર ઉપરાંત કલકતી લંગડો, નાયલોન, કેપ્ટન, પાયલોટ, લીલેશાન, લીલેશ્વરી, લીલ ફાગુણ, અષાઢો, દશેરી, આમ્રપાલી, તોતાપુરી, જમાદાર તેમજ સુંદર જાતનો સમાવેશ થાય છે.
બિલ્વપત્રની પણ અનોખી સેવા
ઉકાભાઇની વાડીમા બિલ્વપત્રનું એક વૃક્ષ છે જેમા પાંચ પાનના મોટી સંખ્યામા બિલ્વી આવે છે. તેઓ દર શ્રાવણ માસે શિવભકંતોને વિનામુલ્યે બિલ્વપત્ર પહોંચાડી સેવાનુ કાર્ય પણ કરી રહ્યાં છે.

તુમડામાંથી બનેલા ચકલીના માળાનું પણ વિતરણ
ઉકાભાઇ પ્રગતિશીલ ખેડૂત તો છે જ સાથે સાથે પક્ષીઓ પ્રત્યે પણ તેમને અનોખો લગાવ છે. તેઓએ પોતાની વાડીમાં તુમડાના વૃક્ષ વાવ્યા હતા. તેમાંથી તેમણે અનેક તુમડાઓને સુકવીને બાદમાં ચકલીના માળા બનાવી લોકોને વિનામુલ્યે વિતરણ પણ કરે છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/farmer-product-14-type-mango-in-ditala-village-of-amreli-1559366097.html

No comments: