Sunday, June 30, 2019

સિંહોની દિનચર્યા, ફુડ પેટર્ન, ટેરેટરી વિગેરે પ્રકારના અભ્યાસ કરવા હેતુ

DivyaBhaskar News Network

Jun 21, 2019, 05:50 AM IST
સિંહોની દિનચર્યા, ફુડ પેટર્ન, ટેરેટરી વિગેરે પ્રકારના અભ્યાસ કરવા હેતુ વનવિભાગ દ્વારા રેડીયો કોલર બેલ્ટ પહેરાવવામા આવતા હોય છે. ત્યારે લીલીયાના ભોરીંગડા, લુવારીયા વિડીના સિંહ, સિંહણને વન્યપ્રાણી વિભાગ સાસણ તેમજ સામાજીક વનિકરણ વિભાગ અમરેલી દ્વારા રેડીયો કોલર લગાવાયા હતા. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન સિંહોના લોકેશન જાણવા વનવિભાગને ખુબ કવાયત કરવી પડતી હોય છે. ત્યારે હવે રેડીયો કોલરની મદદથી લોકેશન જાણી શકાશે. આ કામગીરીમા ડીસીએફ સાસણ અને અમરેલીના માર્ગદર્શન હેઠળ એસીએફ નિકુંજ પરમાર અને સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામા આવી હતી. મનોજ જોષી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-purpose-of-the-study-of-lions-diet-patterns-terrestrial-etc-055015-4817955-NOR.html

No comments: