Sunday, June 30, 2019

અમરેલી જિલ્લામાં કેરીના પાછોતરા પાકને નુકસાન

DivyaBhaskar News Network

Jun 15, 2019, 05:55 AM IST
જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસરના પગલે ભારે પવન ફૂકાયો હતો. જેના પગલે કેરીના પાછોતરા પાકને નુકશાન થયું હતું. એક તરફ નુકશાની અને બીજી તરફ બજારમાં ભાવ ગગડવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેને પગલે કેરી પકાવતા ખેડૂતોમા ચિંતા જોવા મળી હતી. ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેના પગલે દરિયાકાંઠાના 11 જિલ્લાઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં અમરેલી જિલ્લાને પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. વાયુ વાવાઝોડાને પગલે સતત ત્રણ દિવસ સુધી ભારે પવન ફુકાયો હતો. જેના પગલે જિલ્લાના તમામ તાલુકાઓમાં કેરીના પાકને નુકશાન થયું હતું. જેમાં કેરીના પાછોતરા પાકને ભારે નુકશાન થયું હતું. અહી રાજુલા જાફરાબાદ પંથકમા પણ અનેક ખેડૂતો આંબાવડીયા ધરાવે છે. અહીના નાગેશ્રીમા કેટલાક આંબાવડીયામા કેરીઓ ખરી પડી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-in-amreli-district-the-damage-to-the-back-crop-of-mango-055519-4773994-NOR.html

No comments: