Sunday, June 30, 2019

હડમતીયા બીટમાં સિંહો વચ્ચેની ઇન્ફાઇટમાં બચ્ચાનું મોત, સિંહ આગળ-પાછળનો પંજા ખાઇ ગયો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ઇન્ફેક્શનને લીધે અગાઉ અનેક સિંહોના ટપોટપ મોત થયા હતા

Divyabhaskar.com

Jun 28, 2019, 10:50 AM IST
તાલાલા: ગીર જંગલમાં તાલાલા રેન્જની હડમતીયા બીટમાં બે સાવજો વચ્ચે થયેલી ઇન્ફાઇટમાં એક બચ્ચાનું મોત થયું હતું. હુમલો કરનાર સિંહે બચ્ચાનો એક આગળનો અને એક પાછળનો પંજો ફાડી ખાધો હતો. આ અંગેની વિગતો આપતાં સીસીએફ વસાવડાએ જણાવ્યું હતું કે, તાલાલા રેન્જનાં તાલાલા રાઉન્ડની હડમતીયા બીટમાં આવેલા જહાંગીર પીએફ 239 વિસ્તારમાંથી એક સિંહના બચ્ચાંનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનો આગળનો અને પાછળનો એક પંજો વન્ય પ્રાણીઓ દ્વારા ખવાઇ ગયો છે.
1થી 2 વર્ષનું સિંહબાળ: મૃત્યુનું સંભવિત કારણ ઇન્ફાઇટ હોવાનું વનવિભાગની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મરનાર સિંહના બચ્ચાની ઉંમર આશરે 1થી 2 વર્ષ અને તે નર હોવાનું અનુમાન થઇ રહ્યું છે. નોંધનીય છે કે, ઇન્ફાઇટમાં જે સિંહો બચી જાય છે તેમને પણ ઇજાને લીધે ઇન્ફેક્શન થતા હોય છે. આવા ઇન્ફેક્શનને લીધે અગાઉ અનેક સિંહોના ટપોટપ મોત થયા હતા.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lions-between-infight-and-1-year-old-lion-cub-death-in-talala-1561699347.html

No comments: