Sunday, June 30, 2019

જંગલ છોડી ખાંભામાં સિંહના બે ગ્રુપ ઘૂસ્યા, 9 પશુઓના મારણ કર્યા

સિંહના બે ગ્રુપે 9 પશુઓના મારણ કર્યું હતુ
સિંહના બે ગ્રુપે 9 પશુઓના મારણ કર્યું હતુ

  • ખાંભાના હંસાપરા, મહાદેવપરા, બીપીએલ કોલોની, હડિયા વિસ્તારમાં સિંહોએ મારણ કર્યા
  • માત્ર 1 કલાકમાં 5 સિંહ પરિવારના ગ્રૂપ દ્વારા 7 પશુના મારણ કર્યા

Divyabhaskar.com

Jun 20, 2019, 12:21 PM IST
ખાંભા: ખાંભા નજીક જ મિતિયાળા અભ્યારણ અને તુલસીશ્યામ રેન્જનો રેવન્યુ તેમજ વિડી જંગલ વિસ્તાર આવેલો છે. ત્યારે આ બંને રેન્જ અને વિડીમાં મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહ્યા છે. આ સિંહો જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં પોતાનો આશિયાનો બનાવી લીધો છે. ત્યારે છેલ્લા 10 દિવસમાં આ સિંહ પરિવાર દ્વારા ખાંભાની માનવ વસાહતમાં અનેકવાર મારણ અને પાણીની શોધમાં ચડી આવે છે અને માનવ વસાહતમાં મારણ કરે છે. ત્યારે સિંહોની અવરજવર માનવ વસાહતમાં વધતા લોકોમાં હાલ ફફડાટ ફેલાયો છે. શિકારની શોધમાં ગત રાત્રે બે સિંહોના ગ્રુપે 9 પશુઓના મારણ કરી મિજબાની માણી હતી.
ઘણા સમયથી સિંહ પરિવારના ધામા: ખાંભાના હથિયા વિસ્તારમાં એક 5ના ગ્રૂપવાળુ સિંહ પરિવાર રહે છે તેમજ સાતપડા ડુંગરમાં 2 સિંહોએ ધામા નાખ્યા છે. ત્યારે હથિયા રેવન્યુ વિસ્તારમાં રહેતા સિંહ પરિવાર ઘણા સમયથી અહીં જ પોતાનો આશિયાનો બનાવી લીધો છે અને આ સિંહ પરિવારને આ વિસ્તારમાં મારણ અને પાણી મળી રહેતા અહીં જ વસવાટ કરવા લાગ્યો છે. આ સિંહ પરિવાર 10 દિવસથી ખાંભાની માનવ વસાહત તરફ વળ્યાં છે જ્યારે આ સિંહ પરિવાર દ્વારા 10 દિવસમાં 4 વખત માનવ વસાહતમાં ચડી આવ્યા હતા તેમાં બે વખત મારણ કારવામાં સફળ રહ્યા હતા. આ સિંહ પરિવાર ખાંભાના હંસાપરા, મહાદેવપરા 2, બીપીએલ કોલોનીમાં મારણની તલાશમાં ચડી આવ્યો હતો. માત્ર એક કલાક આ સિંહ પરિવાર દ્વારા 7 જેટલા દૂધાળા પશુઓના મારણ કર્યા હતા. જ્યારે સાતપડા ડુંગર તરફથી પણ બે સિંહો હડિયા વિસ્તારમાં 2 પશુઓના મારણ કર્યા હતા.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-lion-group-attack-on-animal-near-khanbha-1561013330.html

No comments: