DivyaBhaskar News Network
Nov 20, 2019, 07:17 AM ISTઅત્યાર સુધી જૂનાગઢ, અમરેલી, ભાનવગર, ગીર-સોમનાથમાં જોવા મળતા એશિયાટિક સિંહે વર્ષો પછી પહેલાવાર ચોટીલા નજીક દેખા દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોબારી, રામપરા અને ઢેઢુકી ગામની સીમમાં સિંહો જોવા મળતા સમગ્ર પંથકમાં ખુશીની સાથે ફફડાટની લાગણી ફેલાઈ છે. સોમવારે મોડી રાત્રે રામપરા અને ચોબારીના ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં સુરેન્દ્રનગર જિલ્લા વન વિભાગની ટીમોએ સમગ્ર પાંચાળ પંથકમાં ધામા નાખ્યા છે અને સાવજનું લોકેશન જાણવાની કામગીરી શરૂ કરી છે. હાલ બે સાવજમાં એક માદા સિંહણ અને એક નર બચ્ચું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
ચોટીલા અને થાન પંથકમાં આવેલા માંડવવન સહિતના વિસ્તારોમાં રાની પશુઓ વસવાટ કરતા હોવાની વાત જાણીતી છે. 150 વર્ષમાં પહેલીવાર સિંહ વિસ્તારમાં જોવા મળ્યો છે. આસપાસના વિસ્તારમાં સિંહની હાજરી હોવાનાં નિશાન તેમજ મારણ કરેલાં પશુઓ મળી આવ્યાં હતાં. આ વિસ્તારમાં સિંહોએ 2 વાછરડી અને 1 પાડા સહિત 3 પશુનું મારણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં 2 સિંહ પૈકી એક માદા સિંહણ અંદાજે 8 વર્ષની ઉંમરની તેમજ નર બાળ સિંહ અંદાજે 2 વર્ષની ઉંમરનું હોવાનું જાણવા મળી રહ્યું છે. ફોરેસ્ટ વિભાગે બન્ને સિંહોનું લોકેશન જાણવા સુરેન્દ્રનગર, જસદણ, વિંછીયા અને હિંગોળગઢ ફોરેસ્ટ વિભાગના 60 કર્મચારીની અલગ અલગ ટીમ બનાવી આસપાસનાં તમામ ગામની સીમો ખૂંદી રહી છે. સિંહના ડરને લીધે લોકો સીમમાં ખેતરોમાં કામ અર્થે જવાથી ડરી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગે સિંહની હાજરીને લઈને લોકોને તકેદરી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં સિંહને ખલેલ ન પહોંચાડવા તેમજ સિંહ દેખાય કે મારણ કરેલું દેખાય તો તુરંત ફોરેસ્ટ વિભાગને જાણ કરવા અપીલ કરાઇ છે.
સાવજના ભયે ખેતરો સૂમસામ 60ની ટીમ દ્વારા મોનિટરિંગ
ચોટીલા નજીક ઢેઢૂકી, ચોબારી ગામમાં જોવા મળેલી સિંહણ.
ચોટીલા કેમ આવ્યો? ‘સિંહ માટે 120 કિમી સામાન્ય ’
કેટલાક સમયથી ચોટીલા પંથકમાં સિંહની મુવમેન્ટ જોવા મળતી હતી જેને લઇને કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં બે સિંહોનો વસવાટ હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીથી અંદાજે 120 કિમી અંતર કાપી સિંહણ-નર બચ્ચુ આવ્યા છે. અત્યારે 8 ટીમના અંદાજે 60 વધુ માણસો દ્વારા સતત મોનિટરિંંગ થઈ રહ્યું છે. સામાન્ય રીતે સિંહની 200 કિલોમિટરથી વધુની રેન્જમાં મુવમેન્ટ હોય છે. એટલે 120 કિમી અંતર સામાન્ય છે.
પુખ્ત નર નથી એટલે સ્થળાંતર નહીં: CCF
જૂનાગઢના ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ સંજય શ્રીવાસ્તવના જણાવ્યા માતા-પુત્ર સિંહ છે. સિંહણ સાથે મેટીંગ માટે નર નથી એટલે તે પરત ફરશે.
![](https://www.divyabhaskar.co.in/news/images/bulletblack.png)
સિંહ એક રાતમાં 25, 30 કિમી ચાલી શકે છે
સિંહ દિવસે આરામ કરે છે અને એક રાતમાં 25થી 30 કિલોમીટર ચાલે છે. સિંહ એકવાર શિકાર આરોગ્યા બાદ 6 દિવસ ભોજન વિના રહી શકે છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સિંહણ અને નર બચ્ચાની જોડી બાબરા, હિંગોળગઢથી 120 કિમી અંતર કાપી ચોટીલા નજીક ઢેઢુકી ગામ પાસે જોવા મળી હતી.
ચોટીલા
વીંછિયા
હિંગોળગઢ
ખંભાળા
બાબરા
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-after-150-years-the-lion39s-chute-sounded-loud-071711-5977995-NOR.html