Saturday, May 30, 2020

ત્રણ સિંહબાળ, બે સિંહણ અને એક સાવજ સાથે સિંહ પરિવાર શેત્રુંજી નદીના પાણીમાંથી પસાર થયો, દ્રશ્યો કેમેરા કેદ


નદીના પાણીમાંથી સિંહ પરિવાર પસાર થયો

  • શેત્રુંજી નદીની લીલોતરીથી સિંહ પરિવારને ઠંડક મળે છે એટલે અહીં ધામા નાખ્યા છે

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 09:35 PM IST

સાવરકુંડલા. સાવરકુંડલાના ઘોબા ગામ સિંહોનું નિવાસસ્થાન બન્યું છે. શેત્રુંજી નદીના કાંઠે લીલછમ વાડીમાં ત્રણ સિંહબાળ સહિતનો પરિવાર આવી પહોંચ્યો છે. બે સિંહણ, એક સાવજ સહિત સિંહ પરિવારે શેત્રુંજી નદીના પાણીમાંથી પસાર થયો તેના અદભૂત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ઘોબાના દિલુભાઇ ખુમાણની વાડીએ સિંહોએ ડેરાતંબુ તાણ્યા છે. શેત્રુંજી નદીની લીલછમ લીલોતરી સિંહ પરિવારને માફક આવી ગઇ છે અને આકરી ગરમીથી અહીં રાહત મેળવે છે. ઘોબા પંથકમાં હાલ 13 જેટલા સિંહો વસવાટ કરે છે. 

(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/lion-family-pass-river-of-shetrunjya-at-savarkundal-127335180.html

No comments: