Saturday, May 30, 2020

ધારી પંથકમાં પવન, કરા સાથે કમોસમી વરસાદ, ગીરકાંઠામા કેરીના પાકને વ્યાપક નુકસાન:


અહીં ભારે પવન સાથે ફુંકાયેલા વરસાદને પગલે આંબાવાડીઓમા મોટા પ્રમાણમા કેરી ખરી પડતા જાણે આંબા નીચે કેરીની પથારી જોવા મળી હતી.
અહીં ભારે પવન સાથે ફુંકાયેલા વરસાદને પગલે આંબાવાડીઓમા મોટા પ્રમાણમા કેરી ખરી પડતા જાણે આંબા નીચે કેરીની પથારી જોવા મળી હતી.

  • અમરેલી પંથકને સતત બીજા દિવસે ઘમરોળતુ માવઠું

દિવ્ય ભાસ્કર

May 01, 2020, 05:00 AM IST

અમરેલી. અમરેલી જિલ્લામા એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે. તેની વચ્ચે છેલ્લા બે દિવસથી માવઠાની સ્થિતી જાેવા મળી રહી છે. ગઇકાલે સાવરકુંડલા, ખાંભા, બાબરા પંથકમા કમાેસમી વરસાદ થયા બાદ આજે ધારી પંથકમા ભારે પવન અને કરા સાથે માવઠુ થયુ હતુ. અમરેલીમા પણ બપોરબાદ વરસાદી વાદળાે છવાઇ ગયા હતા.ગઇકાલે સાવરકુંડલા પંથકને માવઠાને ઘમરાેળ્યા બાદ આજે ધારી પંથકમા કમાેસમી વરસાદ થયાે હતાે. એક તરફ ઉનાળાએ બરાબરની જમાવટ કરી છે અને અમરેલી પંથકમા તાપમાનનાે પારો સતત ઉંચે ચડી રહ્યાે છે. તેની વચ્ચે છેલ્લા બે દિવસથી માવઠાની સ્થિતિ પણ જાેવા મળી રહી છે. રોજ સવાર પડતા જ સુર્યનારાયણ આગ ઓકે છે. અને બપોરબાદ આકાશમા વરસાદી વાદળો ચડી આવે છે.

ડાંગાવદર, ભરડ, પીપરીયા વિગેરે ગામમા બપોરબાદ માવઠુ થયુ

આજે પણ બપોર પછી અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમા આ રીતે વરસાદી વાદળો છવાઇ ગયા હતા. ધારી પંથકમા ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે કમાેસમી વરસાદ ત્રાટકયાે હતાે. ધારી શહેર ઉપરાંત તાલુકાના ભાડેર, ડાંગાવદર, ભરડ, પીપરીયા વિગેરે ગામમા બપોરબાદ માવઠુ થયુ હતુ. તેની સાથે સાથે ભારે પવન પણ ફુંકાયો હતાે અને વિજળીના કડાકા ભડાકાએ જાણે તાેફાન આવ્યુ હાેય તેવી સ્થિતિ સર્જી હતી. અહી કેટલાક વિસ્તારમા કરા પણ પડયા હતા. ધારી તાલુકાના ગીરકાંઠાના આ ગામાેમા માેટા પ્રમાણમા કેસર કેરીની ખેતી કરવામા આવે છે. ભારે પવન સાથે ફુંકાયેલા વરસાદને પગલે આંબાવાડીઓમા માેટા પ્રમાણમા કેરી ખરી પડી હતી. આંબા નીચે જાણે કેરીની પથારી પથરાઇ ગઇ હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/winds-in-dhari-panth-heavy-rains-with-hail-widespread-damage-to-mango-crop-in-girkantha-farmers-worried-127261946.html

No comments: