Saturday, May 30, 2020

સાવરકુંડલાના તાલુકાના ત્રણ ગામમાં ફરી તીડે દેખા દીધા

  • તીડના ઝુંડથી ખેડૂતો ચિંતાતુર
  • ટીમ દ્વારા તાગ મેળવવાની કોશિષ

દિવ્ય ભાસ્કર

May 26, 2020, 05:00 AM IST

સાવરકુંડલા. ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં  તીડનું ઝુંડ દેખાતાખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી તીડનું સામ્રાજ્ય હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. અહીં સર્વે ટીમ દ્વારા જુદાજુદા વિસ્તારોમાં જઇ તીડનો તાગ મેળવવાની કોશિષ કરવામા આવી રહી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ચાર તાલુકામાં તીડનો આંતક જોવા મળી રહ્યો હતો.  અહીં  બે દિવસ પહેલા અમરેલી જિલ્લામાંથી તીડ ગીર સોમનાથ, ભાવનગર અને મહુવા તરફ નીકળી ગયા હોવાનું ખેતી વિભાગે અનુમાન લગાડ્યું હતું.  પણ આજે ફરી એક વખત સાવરકુંડલા તાલુકાના વાસીયાળી, પીયાવા અને મેવાસા ગામની સીમમાં પ્રવાસી તીડે દેખા દીધા હતા.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/savarkundla/news/locusts-appeared-again-in-three-villages-of-savarkundla-taluka-127339079.html

No comments: