Thursday, July 26, 2007

કાળીજીરી

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/


કાળીજીરી

આયુર્વેદનું એક ખૂબ જ ઉત્તમ ઔષધ છે 'અરણ્યજીરક.' જેને આપણે ગુજરાતીમાં 'કાળીજીરી' કહીએ છીએ. જેમનું શરીર તપેલું રહેતું હોય, અથવા જીર્ણજ્વર રહેતો હોય, પેટમાં કૃમિ થયા હોય, આમનું પાચન થતું ન હોય, ખસ, ખંજવાળ અને ચામડીના રોગોમાં પા ચમચી જેટલા કાળીજીરીના ભુકાનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ તાજેતાજો ઉકાળો પીવાથી આઠથી દસ દિવસમાં આ વિકૃતિઓ શાંત થાય છે. કાળીજીરી અડધી ચમચી કાળા મરી અડધી ચમચી બંનેનું ચૂર્ણ કરી એક કપ પાણીમાં રાત્રે પલાળી રાખો. સવારે આ દ્રવ ગાળીને પી જવું. થોડા દિવસ આ ઉપચાર કરવાથી જૂનો નળ વિકાર મટે છે. પા ચમચી જેટલું કાળીજીરીનું ચૂર્ણ એક ચમચી મધમાં મિશ્ર કરી ચાટવાથી પેટના કૃમિ નાશ પામે છે. કાળીજીરી બાળી તેની રાખનો તલના તેલમાં મલમ કરીને લગાડવાથી ચામડીના રોગો મટે છે.

No comments: