Tuesday, July 31, 2007

ધારીના ગોવિંદપુર-સુખપુરનો પુલ ઉંચો બનાવવા રજૂઆત

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

ધારી તા.૨૯
ધારીના ગોવિંદપુરથી સુખપુર સુધીનો પુલ ઉંચો બનાવવા કુવાડા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ધારી તાલુકાના ગીરવિસ્તારમાં આવેલું ગોવિંદપુર ગામ છે. જે આશરે છ-સાત હજારની વસ્તી ધરાવતું ગામ છે. ગામમાં ગોવિંદપુર થી દલખાણીયા અને સુખપુર રોડ પસાર થાય છે. જે પુલુકિયાં નદી પરથી રોડ નિકળે છે. ગીર વિસ્તારની નદી હોવાથી વરસાદ વધારે પડતો હોવાથી નદીમાં બે કાંઠે પાણી પુષ્કળ આવે છે. પુલ હાલમાં નીચો હોવાથી દર ચોમાસે પુલ પર પાણી ત્રણ થી ચાર ફૂટ આશરે પાણી પુલ ઉપર વહી રહે છે. જેના કારણે તે રસ્તો બંઘ થતાં આજુબાજુના ગામના આવતા વિધાર્થીઓ, ખેડૂતો અને વાહનોને ઘણું મુશ્કેલ વેઠીને ધારી થઇને ગોવિંદપુર આવવું પડે છે. આ રોડ ઘણો ઉપયોગી છેે. હાલમાં પુલની સ્થિતિ ગાબડું પડયું હોવાથી માટી કામ ચલાવ કરેલ છે. ગામના અગૃણિયો અને ગામજનોનું કહેવું છે કે ભારે વરસાદ પડશે તો પુલ તૂટવામાં વાર પણ નહિ લાગે. આ પુલ તૂટે તે પહેલા પુલને રીપેરીંગ અથવા ઉંચો પુલ તત્કાલ બનાવવાની જરૂર છે. જયારે ગોવિંદપુર સુખપુરનો પુલ નીચો હોવાને કારણે તે રસ્તો વરસાદને લીધે બંધ થઇ જાય છે. જેથી કરીને આગળ ગામડાઓના લોકોને આવવા જવામાં તકલીફ વેઠવી પડે છે.

No comments: