Thursday, July 26, 2007

ધારીનું પશુ દવાખાનું ખંઢેર દલખાણીયામાં તબીબ જ નથી

ધારી, તા.૨૫

અમરેલી જિલ્લાના ધારી અને દલખાણીયા ગામના પશુ અને સરકારી દવાખાનાની હાલત ખરાબ છે. ધારીનું પશુ દવાખાનુ ખંઢેર હાલતમાં છે જયારે દલખાણીયાના દવાખાનામાં તબીબ જ નથી. અહીં પશુ દવાખાનું છેલ્લા ઘણા સમયથી ડોકટરથી માંડી ઘટતા સ્ટાફના કારણે દવાખાનામાં બિલ્ડીંગ સુવિધા નથી. માલધારી ઢોર લઈને આવે ત્યારે આ દવાખાનામાં કોઈ સુવિધા નથી. માલિકોને પોતાના પશુઓની સારવાર અપાવવા ભારે હાલાકીમાં મુકાવુ પડે છે. દલખાણીયાનુ સરકારી દવાખાનુ ડોકટર વિનાનુ છે. ગીર વિસ્તારમાં દવાખાનામાં અંદાજે ૧૧ ગામના લોકો સારવાર લેવા માટે આવે છે. કોટડા, મીઠાપુર, પાણીયા, સાપનેસ, આબાગાળા, બીલયાડ, સમેડી સહિતનો સમાવેશ થાય છે. આ દવાખાનામા કોઈ ડોકટર આવતાં ન હોય દવાખાનુ જ બપોરના બે વાગ્યે બંધ પણ થઈ જાય છે. પાકને નુકશાન : અહીંનાં વન્ય પ્રાણીઓ ખેડૂતોના ઉભા મોલને નુકશાન કરતાં હોય આ વિસ્તારમાં દરરોજ રાત્રીના રોઝ નીલ ગાય બીજા જંગલી પ્રાણીના ટોળાઓ આવે છે. ખેડૂતોના ઉભા મોલ બાજરો, મગફળી, કપાસ ખુંદી નાખે છે. ખેડૂતોને પારાવાર નુકશાન થાય છ. ખેડૂતો વન્ય પ્રાણીઓના ત્રાસથી ત્રાહિમામ થઈ ગયા છે.

No comments: