Saturday, July 21, 2007

News in Gujarati - Junagadh - Mendarda - Gir Road Badly Damaged Due to Heavy Rain.

મેંદરડા-નવાગામ-જૂનાગઢ રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો

મેંદરડા, તા.૧૭

તાજેતરમાં જ થયેલ ભારે વરસાદને લઈને ઓઝત નદીમાં પુષ્કળ પાણી આવતા બોર્ડર ઉપરના ગામડાઓમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. તેમાંય ખાસ કરીને મેંદરડા નવાગામ જૂનાગઢવાળો રસ્તો કે જે ગીર વિસ્તારના ગામડાઓમાં જવા માટે ટુંકો રસ્તો છે. તે રસ્તાનું ધોવાણ થતા રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં છે.સોનારડી પાસે આવેલ પુલીયા પણ તુટી ગયો છે. તે જ રસ્તા ઉપર મોટા મોટા ગાબડા પડયા છે. જેથી વાહન વ્યવહાર ખોરવાઈ જતાં આ રસ્તા ઉપરથી ગીર તરફ જતા વાહનોને વાયા બગડુ મેંદરડા થઈ ચાલવુ પડે છે. તો આ રસ્તો તાત્કાલીક રીપેરીંગ કરવા અહીના ભાજપના વિનુભાઈ રાખસીયાએ માગણી કરી છે. કોડીનારમાં ઢેલનો મૃતદેહ મળ્યો કોડીનાર:કોડીનારના મુળદ્વારકા રોડ ઉપર એક ઢેલનો મૃતદેહ મળી આવતા આ અંગેની જાણ પ્રકૃતિ પરીવારના પ્રમુખ દીનેશ ગૌસ્વામીને કરતા તેમણે જરરૂ કાર્યવાહી કરી અંતિમવિધિ કરી માનવતાનુ ઉદાહરણ પુરુ  પાડેલ હતુ.

No comments: