Tuesday, July 31, 2007

Useful Ayurveda and Herbal Remedies.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

ગર્ભપુષ્ટિ

અમુક સ્ત્રીઓમાં ગર્ભ રહ્યા પછી, ગર્ભ ગર્ભાશયમાં બરાબર નોર્મલ રીતે પોષાતો નથી અથવા વૃદ્ધિ પામતો નથી અને કસુવાવડ થઈ જાય છે અથવા બાળકો કૃશ-નબળા અવતરતા હોય છે. ગર્ભાશયમાં ગર્ભ રહ્યા પછી રોજ રાત્રે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી અશ્વગંધાનું ચૂર્ણ + અડધી ચમચી શતાવરી ચૂર્ણ + બે ચમચી ખડી સાકરનો પાઉડર નાખી તેને ધીમા તાપે સારી રીતે ઉકાળી ઠંડું પાડી પી જવું. આ ઉપચારથી ગર્ભિણી અને ગર્ભ બંનેની પુષ્ટિ થાય છે અને નોર્મલ બાળક અવતરે છે. આવા બાળકો પણ હૃષ્ટપુષ્ટ હોય છે. આ ઉપચાર વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખાસ જરૂરી છે. આહારમાં બાજરી, ગોળ, અથાણાં, પાપડ, તજ, લવિંગ, કાળા મરી, આદું, સૂંઠ જેવી ગરમ ચીજો લેવી નહીં અને સહશયન તો કરવું જ નહીં.

No comments: