Thursday, July 26, 2007

માલધારી વસાહત ચોટીલીવીડીમાં મોટાપાયે દબાણો: માલધારીઓ પરેશાન

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

વેરાવળ તા.૨૫
માંગરોળ તાલુકાના ચોટીલીવીડી આદિવાસી માલધારી વસાહત ગામની ૃ૯૨ અને ૯૩ સર્વે નંબર પૈકીની ગૌચર જમીન પરનું દબાણ દૂર કરવા વેરાવળ માલધારી એકતા સમિતિએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી માંગણી કરી છે. ગીર અભ્યારણ તેમજ નેશનલ પાર્ક તથા ગુજરાત સરકારની વિસ્થાપિત યોજના હેઠળ માંગરોળ તાલુકામાં ચોટીલીવીડી આદિવાસી માલધારી વસાહત સરકારે વસાવેલ આ વસાહતમાં રબારી જાતીના આદિવાસી માલધારીઓ મુખ્યત્વે માલઢોર રાખી ઉત્તરોતર માલધારીનો વ્યવસાય કરે છે અને ૯૦% માલધારીઓ અભણ અને ગરીબ છે. સરકારની યોજના હેઠળ ગીર જંગલમાંથી આદિવાસી માલધારીઓને ચોટીલીવીડી વસાહતમાં વસાવવામાં આવ્યા ત્યારે પોતાના માલ-ઢોર ચરાવવા માટે ગામની સીમમાં ૯૨ અને ૯૩ સર્વે પૈકીની જમીન ગૌચર જાહેર કરવામાં આવેલ આ ગૌચરની જમીન પર આજુબાજુના ગામના માથાભારે લોકો દ્વારા દબાણ કરી વાવેતર કરે છે.વસાહતના આદિવાસી માલધારીઓની ઉપરોકત સંદર્ભની ફરીયાદ મુજબ દબાણ કરેલ માથાભારે લોકો દ્વારા સરકારમાં રાજકીય વગ વાપરી પોતાના અંગત સ્વાર્થ માટે ફુલઝાડ વાવવાના બહાના હેઠળ આ જમીન રેગ્યુલર કરવા માટે દોડધામ થતી હોય તેવી વસાહત આદિવાસી માલધારીઓને જાણ થયેલ છે. અંદાજીત ૧૦ થી ૧૨ વર્ષ પહેલા બાજુના ગામના ઘાંચી જાતી ના ટોળાએ ગૌચર જમીન પર પેસકદમી અને માલઢોર ચરીયાણ બાબતે ડખો કરી માલધારીઓ ઉપર ખુની હુમલો કરી માલધારીઓને માર મારી ભારે નુકશાન પહોંચાડેલ જે બનાવની જે તે સમયે માંગરોળ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલ જાણવા મળેલ છે. વસાહતના માલધારીઓના જણાવ્યા મુજબ દબાણ કરનાર ઘાંચી જાતીના લોકો ભારે માથાભારે અને ખુની સ્વભાવના હોય ચોટીલીવીડી વસાહતના માલધારીઓ આવા માથાભારે તત્વોથી ભયભીત થઇ ફફડે છે. આ ગૌચરની જમીન સરકારી તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગમે ત્યારે ચોટીલીવીડી માલધારી વસાહતના માલધારીઓ અને દબાણ કરનાર ઘાંચી જાતીના લોકો વચ્ચે મોટે પાયે ગંભીર ગણાય તેવી લોહીયાળ જંગ થાય તેવી દહેશત રહેલી છે.

No comments: