Tuesday, July 31, 2007

Useful Ayurveda and Herbal Remedies.

અમે ‘ધાતુપુષ્ટિ’ના શોખીનોને સલાહ આપીએ છીએ કે, અડધી અડધી ચમચી આહન-અશ્વગંધા, સફેદ મુસળી, ગોખરું, બળદાણા, કૌંચા, આમળા આ છ ઔષધોના ચૂર્ણ સાથે બે ચમચી સાકર મિશ્ર કરી બે ભાગ કરી બે પડીકી બનાવી લેવી. આમાંથી એક પડીકી સવારે અને એક રાત્રે લેવી અને ઉપર એક ગ્લાસ દૂધ પીવાથી ધાતુપુષ્ટિ થાય છે. (૨) અરડૂસી એ કફના રોગોનું ઉત્તમ ઔષધ છે જ, પણ તેનામાં રક્તસ્રાવ બંધ કરવાનો વિશેષ ગુણ હોવાથી જેમને શરીરના નાક, કાન, મળ માર્ગ, મૂત્ર માર્ગ કે યોનિમાર્ગેથી રક્તસ્રાવ થતો હોય તેમણે ત્રણથી ચાર ચમચી અરડૂસીના પાનનો રસ એક ચમચી જેટલી સાકર મિશ્ર કરી દિવસમાં બે વખત સવાર-સાંજ પીવો જોઈએ. ગરમ મસાલા અને ગરમ આહારદ્રવ્યો ખાવા નહીં.

No comments: