Tuesday, July 31, 2007

Useful Ayurveda and Herbal Remedies.- Banana.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/



કેળા નામ ઍક કામ અનેક
kalash
Wednesday, July 25, 2007 12:13 [IST]Bhaskar


કેળામાં વિટામિન બીની વધુ માત્રા હોવાથી ચેતાતંત્રને શાંત કરે છે. કેળા ઠંડા પ્રકારનું ફળ ગણાય છે. જયારે વધારે પડતું હેંગઓવર થયું હોય ત્યારે મધ મેળવીને તૈયાર કરેલો કેળાનો મિલ્કશેક બનાવીને પીવાથી રાહત મળશે.

કેળા કેટલીય બીમારીનો ઇલાજ છે. જૉ ઍક કેળાને સફરજન સાથે સરખાવીઍ તો તેમાં ચાર ગણું વધુ પ્રોટીન, બેગણું કાર્બોહાઇડ્રેટ, ત્રણ ગણું ફોસ્ફરસ, પાંચ ગણું વિટામિન- ઍ અને આયર્ન અને બે ગણા બીજાં વિટામિન અને દ્રવ્યો છે. કદાચ હવે પેલી જમાના જૂની કહેવત બદલીને કહી શકાય કે, ‘A banana a day keeps the doctor away!’

કેટલાક રોગ અને કેળાના ફાયદા

ˆ ડિપ્રેશન : કેટલાંક સંશોધન પ્રમાણે ડિપ્રેશનના રોગમાં કેળા ખાવાથી ર્દદીમાં સુધારો પ્રાપ્ત થાય છે કારણ કે કેળામાં રહેલું ટ્રીપ્ટોફાન નામનું પ્રોટીન તત્ત્વ જેમાં ઍમિનો ઍસિડ હોય છે. જે તમને તણાવરહિત મહેસૂસ કરાવે છે, જેથી તમે ખુશ રહી શકો છો.

ˆ ઍનિમિયા : કેળા દ્વારા શરીરના લોહીમાં રહેલા હિમોગ્લોબીનના તત્ત્વમાં વધારો થાય છે, જે ઍનિમિયાના ર્દદીને મદદરૂપ થાય છે.

ˆ બ્લડપ્રેશર : બ્લડપ્રેશરના ર્દદીઓ માટે હિતકારી ઍવા કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધુ અને મીઠાનું પ્રમાણ ઓછું હોય છે. બ્લડપ્રેશરના ર્દદીઓ માટે ગુણકારી છે.

ˆ કબજિયાત : કેળામાં વિપુલ પ્રમાણમાં રેસા (ફાઇબર) રહેલા છે જે તમારી પાચનક્રિયા મજબૂત બનાવે છે અને કબજિયાત ઓછી થાય છે.

ˆ ઍસિડિટી : કેળામાં અમ્લનું તત્ત્વ રહેલું છે જેથી જૉ તમે ઍસિડિટીથી પિડાતા હો તો રાહત મેળવી શકો છો.

ˆ ચાંદા : કેળાના ફળની નરમાશને લીધે ખાવામાં ઍકદમ અનુકૂળ છે. આ ફકત ઍક જ ફળ છે જે કશી મુશ્કેલી વગર આસાનીથી ખાઈ શકાય છે, આ ફળ ઍસિડિટી ઓછી કરીને જઠરની અંદર ઍક પ્રકારનું કવચ બનાવે છે જે ચાંદાની તીવ્રતા ઓછી કરે છે.

ˆ સિઞનલ અફેãકટવ ડિસઓર્ડર (લ્ખ્ઝ) (ઋતુસંબંધી રોગ) : કેળામાં રહેલા ટ્રીપ્ટોફાન નામના તત્ત્વના કારણે વ્યãકતના મૂડમાં પરિવર્તન આવે છે, જે લ્ખ્ઝથી પીડાતી વ્યãકતઓને મદદરૂપ થાય છે.

ˆ માનસિક તણાવ : કેળામાં રહેલા પોટેશિયમથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે, જે મગજ સુધી પૂરતો ઓãકસજન પહોંચાડે છે અને શરીરમાં પાણીનું યોગ્ય લેવલ જાળવી રાખે છે. જયારે આપણે તાણ અનુભવીઍ છીઍ ત્યારે પોટેશિયમ ધરાવતું કેળું અત્યંત ઉપયોગી નીવડે છે.

ˆ પZાઘાતનો હુમલો : ધ ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ આ÷ફ મેડિસિનના કહેવા પ્રમાણે કેળાને રોજિંદા ખોરાકમાં લેવાથી પZાઘાતના હુમલાથી થતા મૃત્યુમાં ૪૦ ટકા ઘટાડો થઈ શકે છે.

ˆ મસા : શરીર પર થતા કાળા અને રતાશ પડતા મસામાં જૉ કેળાની છાલને મસા પર રાખવાથી (પીળી બાજુ બહારની બાજુ રાખવાથી) મટાડી શકાય છે.

આ ઉપરાંત અન્ય કિસ્સા જેવા કે હેંગ ઓવર (માથાનો દુખાવો), મરછર કરડતા, ચેતાતંત્રની બીમારીમાં, ટેમ્પરેચર કંટ્રોલ, ધૂમ્રપાન છોડવા માટે પણ કેળા ઉપયોગી થઈ પડે છે.

જયારે વધારે પડતું હેંગઓવર થયું હોય ત્યારે મધ મેળવીને તૈયાર કરેલો કેળાનો મિલ્કશેક બનાવીને પીવાથી જરૂરી રાહત મળશે. જૉ મરછર કરડયા હોય તો કેળાની અંદરની છાલ ઘસવાથી બળતરા ઓછી થશે. કેળામાં વિટામિન બીની વધુ માત્રા હોવાથી ચેતાતંત્રને શાંત કરે છે. કેળા ઠંડા પ્રકારનું ફળ ગણાય છે. જે સગભાર્ સ્ત્રીઓનું શારીરિક અને માનસિક ટેમ્પરેચર નોર્મલ રાખે છે. ઘણી વ્યãકતઓ સવારના સમયે થાક અનુભવે છે. તેમણે જમ્યા પછી કેળું ખાવું જૉઇઍ.

દાદીમાનું વૈદું....

ˆ તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે.

ˆ ફુલાવેલી ફટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.ˆ પાકા ટામેટાંનો રસ ૫૦ ગ્રામ જેટલો દિવસમાં ત્રણવાર પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

ˆ દાંતમાં સડો થાય તો મીઠાના પાણીના કોગળા વારંવાર કરવાથી આરામ મળે છે.ˆ નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.

ˆ કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.ˆ મૂળાનાં પાનનો રસ કાઢી તેમાં સુરોખાર નાખી રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.

ˆ પાલકની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.ˆ જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.

ˆ Zકાળી દ્રાZાનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.ˆ કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી સવારે મસળી, ગાળી ઍ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.

ˆ શેરડીનો રસ પીવાથી પેશાબ છૂટથી થાય છે, બળતરા મટે છે અને પેશાબમાં લોહી પડતું હોય તો તે પણ મટે છે.ˆ રાત્રે ઘઉંને પાણીમાં પલાળી રાખી સવારે વાટી તેમાં સાકર નાખીને હલવો બનાવી ખાવાથી પેશાબ છૂટથી થાય છે.

No comments: