
Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/
પાંચ વર્ષથી મોર યુગલ એક જ ઘરમાં ઇંડાં મૂકવા આવે છે
અમદાવાદ, ગુરુવાર
કહેવાય છે કે પશુ પક્ષી હંમેશા પ્રેમની ભાષા સમજે છે, તેથી જ કેટલીક વાર માનવી સાથેનો તેનો સંબંધ એટલો ગાઢ થઇ જાય છે કે, તે વ્યક્તિ સાથે વિશ્વાસના તાંતણે બંધાઇ જાય છે. આવો જ એક કિસ્સો જમાલપુર વિસ્તારમાં રહેતાં અલ્લાબક્ષ શેખ સાથે બન્યો છે કે, જેમનાં ઘરે એક ઢેલ જંગલ જેવું ખુલ્લું વાતાવરણ છોડીને છેલ્લાં પાંચ વર્ષથી પોતાનાં ઇંડાં મૂકવા આવે છે. જમાલપુરમાં કેલિકો મિલ પાસે રહેતાં અલ્લાબક્ષ શેખનું ઘર કેલિકો મિલનાં જંગલ વિસ્તારની લગોલગ આવેલું છે. તેમનાં ઘરે દર વર્ષે જૂન-જુલાઇ માસમાં આ ઢેલ, જેમ દીકરી પોતાનાં પિતાનાં ઘરે સુવાવડ માટે જાય તેવી રીતે આવી જાય છે. અલ્લાબક્ષ પણ પોતાની દીકરીની સારસંભાળ રાખતાં હોય તેમ ઢેલ અને તેના બચ્ચાંનું ધ્યાન રાખે છે. અલ્લાબક્ષ જણાવે છે કે, આ વર્ષે પણ તા. ૨૨-૦૬-૦૭ના રોજ આ ઢેલ મોર સાથે જગ્યા જોવા આવી હતી અને તા.૨૩-૦૬-૦૭ના રોજ ઢેલ તેનાં નિયત સ્થળે મારાં ઘરનાં પેલમેટ પર આવી હતી, અને તા. ૨૪થી ૨૭ વચ્ચે તેણે કુલ ચાર ઇંડાં મૂક્યાં છે. તે આ ઇંડાંને સેવવામાં લગભગ ૨૨ દિવસનો સમય લે છે. એટલું જ નહીં તેના બચ્ચાં લઇને બેધડક મારાં ઘરનાં રસોડા સુધી આવી જાય છે અને આમ, કુલ ૧૨ દિવસ સુધી મારી સાથે રહે છે. અનેે જયારે બચ્ચાં ઉડતાં થાય ત્યારે તે પાછી કેલિકો મિલ કમ્પાઉન્ડમાં જતી રહે છે. મોરનાં બચ્ચાંની સારસંભાળ માટે રૂા. ૧૧,૦૦૦નું એક પાંજરું પણ બનાવડાવ્યંુ છે. જેથી તેને કૂતરા, કાગડા કે બિલાડી હેરાન ન કરે. જયારે ઢેલ પણ પોતાનાં પિતાનાં ઘરે આવી હોય તેમ ઘરનાં દરેક સભ્યો સાથે હળી મળી જાય છે.
No comments:
Post a Comment