Friday, August 31, 2007

ગિરનાર પરિક્રમાનો શરૂઆતનો માર્ગ સિમેન્ટથી મઢી દેવાશે : મેયરની જાહેરાત

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

જૂનાગઢ,તા.૩૦
જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ મીનરાજ શૈક્ષણિક સંકુલ ખાતે તાજેતરમાં જ યોજાયેલ જૂનાગઢ શહેર - જીલ્લા કબડ્ડી સ્પર્ધાનું ઉદઘાટન કરતા જૂનાગઢના મેયરે ગીરનાર પરિક્રમાના શરૂઆતના માર્ગને સીમેન્ટથી મઢવાની જાહેરાત કરી હતી. આ કબડ્ડી સ્પર્ધામાં કુલ ૧પ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રાજયના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને મીનરાજ શૈક્ષણિક સંકુલના સંયુકત ઉપક્રમે યોજાયેલ કબડ્ડી સ્પર્ધાને ખુલ્લી મુકતા પૂર્વે સ્વાગત પ્રવચન કરતા મીનરાજના સ્થાપક અને પ્રમુખ દાદુભાઈ કનારાએ સ્વાગત પ્રવચનમાં આ સંસ્થાઓ પાસેથી પસાર થતો અને ગિરનાર પરિક્રમાની શરૂઆતનો એવો રસ્તો સિમેન્ટથી મઢવાથી અને વ્યાયામ મંડળના પ્રમુખ ઝાંઝરૂકીયા તેમજ દાદુભાઈ દ્વારા રાજય કક્ષાએ પસંદ થનારા જૂનાગઢના રમતવીરોનું મનપા દ્વારા સન્માન થાય તેવી માંગણી કરી હતી.સ્પર્ધાને ટોસ ઉછાળીને ખુલ્લી મુકતા મેયર જયોતીબેન વાછાણીએ આ બન્ને માંગણીઓ સંતોષવાની મનપા વતી કરેલી જાહેરાતને ઉપસ્થિત દરેકે તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોની સાત અને ભાઈઓની આઠ મળી કુલ ૧પ ટીમોને સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ રજત પદકો આપી સન્માની હતી.
આ તકે પૂર્વ ડે.મેયર નીરૂબેન કાંબલીયા, કોર્પોરેટરો રાજશીભાઈ આંબલીયા, કરમણભાઈ કટારા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રિન્સીપાલ નવનીતભાઈ પુરોહીત સહીતના શાળા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

No comments: