Friday, August 31, 2007

મેઘાણીનગરમાં પાંચ બચ્ચાં સાથે મગર મળ્યો

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/



અમદાવાદ, ગુરુવાર
મેઘાણીનગરમાં આવેલી ઓફિસર્સ કોલોનીમાં ઘરે આજે બપોરે વન વિભાગના અધિકારીઓએ દરોડો પાડતા ધાબા પર ગેરકાયદે રીતે રખાયેલા મગર અને તેના પાંચ બચ્ચાં, માંકડા, પાટલા ઘો, નોળિયો વગેરે પશુ-પક્ષીઓ મળી આવ્યાંં હતાં. પશુ-પક્ષીને ગોંધી રાખવા તેમ જ પાંજરામાં કેદ કરવા બદલ જીમી પ્રદીપભાઇ શર્મા સામે વન વિભાગે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાવનારી ઘટનાની વિગત એવી છે કે પ્રદીપભાઇ શર્મા તેમના પરિવાર સાથે ઉપરોકત સ્થળે રહે છે. તેઓ અગાઉ ફિશરિઝ વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે. તેમનો પુત્ર જીમી ફલેટના ધાબા પર પશુ-પક્ષીઓને રાખતો હોવાની મળેલી માહિતીના પગલે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.પી. પટેલે તેમના સ્ટાફ સાથે આજે બપોરે છાપો માર્યો હતો. ત્યારે ધાબા પર ખાસ બનાવાયેલી કુંડીમાંથી એક મગર તથા પાંચ બચ્ચાં જીવતી હાલતમાં મળી આવ્યાંં હતાં. આ ઉપરાંત લાલ મોં વાળા માકડાં, ઘો, નોળિયો, પાંચ કાચબા,ઉપરાંત ૬૦થી ૭૦ કબૂતરો રખાયાં હતાં. વન ખાતાના અધિકારીએ પ્રદીપભાઇ તેમ જ પાડોશીઓની કરેલી પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, જીમી સંશોધન કે પછી ગેરેજ ચલાવવાનું કામ કરે છે. જીમીએ પશુ-પક્ષીઓને રાખતા ભારે ગંદકી ફેલાઇ જવા પામી છે. જેના કારણે પાડોશીઓને પણ તેની સાથે અનેક વખત તકરારો થઇ છે. જીમી છેલ્લા દસ દિવસથી આસામ ગયો છે. તા. ૨૭મી સપ્ટેમ્બરના રોજ પાછો ફરે ત્યારે તેની સામે કાર્યવાહી કરાશે. કાયદામાં રહેલી જોગવાઇ પ્રમાણે જીમીને ત્યાંથી મળેલા જંગલી પ્રાણીઓનોે શિડયુલ-૧માં સમાવેશ થાય છે. જેમાં સાત વર્ષની કેદ અને ૨૫ હજાર દંડની સજા છે. જ્યારે સલમાન ખાન સામે શિડયુલ-૨ હેઠળનો ગુનો હોવાથી તેને પાંચ વર્ષની સજા થઇ છે.

No comments: