Friday, August 10, 2007

News Articles in Gujarati Language!

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

Kamleshwar Dam of Gir Forest over flow by 1-1/2 Feet, Gir Forest wildlife may effected.

કમલેશ્વર ડેમનું પાણી જંગલમાં ઘૂસતાં વન્યપ્રાણીઓ પર જોખમ
Bhaskar News, Talala(gir)
Friday, August 10, 2007 02:12 [IST]

ગીર પંથકને મેઘરાજા જે રીતે ધમરોળી રહ્યા છે, એ જોતાં તેને હવે મહેર કહેવી કે કેમ એ સવાલ છે. ખાસ કરીને કમલેશ્વર ડેમ દોઢ ફૂટ ઉપરથી છલકાવા લાગતાં તેનાં ધસમસતાં નીર જંગલમાં ઘૂસી જતાં વન્યપ્રાણીઓની હાલત કફોડી થઈ છે. આ પ્રવાહમાં અનેક પ્રાણીઓ તણાઈ ગયા હોવાની પણ શંકા સેવાય છે.

સમગ્ર વિસ્તારની સાથે ગીર પંથકમાં ૯ ઈંચ જેટલો તોફાની વરસાદ ખાબકતાં હવે જંગલની જમીનમાં પણ પાણી ન સંઘરાતાં શ્નરેશ’ ફૂટવા લાગી છે, અને પાણી ઉભરાવા લાગ્યા છે. બીજીબાજુ, ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસાદને પગલે તાલાલા તાલુકાના બંને જળાશયો હીરણ-૧(કમલેશ્વર) હીરણ-૨ ડેમ ઓવરફલો થઈ ગયા હોઈ અને વિસ્તારના તમામ નદી-નાળાં પણ છલકાઈ ગયા હોઈ, ધસમસતાં નીર હવે ગીરનાં જંગલ વિસ્તાર તરફ ધસી જઈ રહ્યાં છે.

તોફાની વરસાદ અને પવનમાં અનેક વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે. જંગલ તરફ વધી રહેલું આ પાણી અત્યાર સુધીમાં અનેક વન્યપ્રાણીઓને ખેંચી લઈ ગયું હોય એવી આશંકા પણ સેવાઈ રહી છે. વધુમાં, જંગલમાં પાણીની સપાટી વધતાં જંગલના સિંહ, દીપડા, હરણ સહિતના પ્રાણીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે.

હાલની સ્થિતિને ખાસ કરીને જોખમી એટલા માટે ગણાય છે, કારણ કે, જંગલમાં જઈ શકાય એવી કોઈ હાલત નથી. તમામ રસ્તા, ચેકડેમ કે કોઝ-વે ધોવાઈ ગયા છે. દેવળિયા સફારી પાર્ક પણ ભારે વરસાદથી બેટમાં ફેરવાઈ ગયો છે. આવા સમયે જંગલી પ્રાણીઓની હાલત ગંભીર હોવાનું મનાય છે.

ફોરેસ્ટખાતાના અધિકારીઓ પાસે પણ હાલમાં જંગલના પ્રાણીઓ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ, ભારે વરસાદને પગલે કેટલાંક પ્રાણીઓ તણાયા હોવાની શકયતા નકારી શકાતી નથી. સાથે જ, ગીરના જંગલમાં વસતા માલધારીઓ પણ મુશ્કેલીમાં હોવાનું જણાય છે. જો કે, સાચી સ્થિતિનો ખ્યાલ વરસાદ બંધ થાય પછી જ આવી શકશે.

No comments: