Saturday, August 4, 2007

News Articles in Gujarati Language!

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

ઊના-ખડાધાર હાઇ-વે પર માદા સિંહ બાળનું વાહન હડફેટે મૃત્યુ
Bhaskar News, Amreli
Saturday, August 04, 2007 02:35 [IST]

ગઇ મોડી રાત્રે ઊના-ખડાધાર હાઇ-વે પર ચતુરી ગામના પાટિયા પાસે અજાણ્યા વાહનની હડફેટે આશરે બે વષ્ાર્ની વયના માદા સિંહબાળનું ચગદાઇ જવાથી મૃત્યુ થયું હતું. મોડી રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા ખાંભા પોલીસ સ્ટાફે આ ઘટના અંગે વનતંત્રનું ઘ્યાન દોરતાં આજે સવારે ધારી ગીર (પૂર્વ) વનકચેરીના નાયબ વનસંરક્ષક રાણા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા.

સિંહોના શિકારની ચોંકાવનારી ઘટનાઓને પગલે રાજય સરકાર દ્વારા વનતંત્રના સ્ટાફમાં વધારો કરીને વધુ વાહનોની ફાળવણી કરાઇ છે.આમ છતાં આ ઘટનાની જાણ પ્રથમ પોલીસ તંત્રને થઇ હતી, તે વનતંત્ર દ્વારા નિયમિત નાઇટ પેટ્રોલિંગ નહીં કરવામાં આવતું હોવાનું સૂચવે છે.

ગીર નેચર યુથ કલબના પ્રમુખ અમિત જેઠવાના જણાવ્યા મુજબ, ગીર જંગલમાંથી પતરમાળા ડુંગર વરચે અવરજવર કરતાં વન્ય પ્રાણીઓ ખાંભા-ઊના હાઇ-વેપર પસાર થાય છે. ખાંભા સહિતના ગીર મિતિયાળા વરચે આવેલા ગામોમાં સિંહોની અવરજવર થતી રહે છે. સિંહદર્શનની ધેલછા ધરાવતાલોકો દૂર-દૂરથી અહીં આવી તેમના વાહનો મારફત પીછો કરતા હોય છે.

આવા કોઇ વાહનની અડફેટે આવી જવાથી સિંહબાળનું મૃત્યુ થયું હોય એવું મનાય છે. આવા વાહનચાલકને શોધી કાઢવાની ગીર નેચર કલબે માગ ઉઠાવી છે. સાથોસાથ મૃત્યુ પામેલ સિંહબાળની ઘટનામાં વનતંત્રને સમયસર જાણ કરી ઉમદા કામગીરી બજાવનાર ખાંભા પોલીસ સ્ટાફને ગીર નેચર કલબે અભિનંદન પાઠવ્યા હતા.

No comments: