Saturday, May 3, 2008

વિચિત્ર નિયમથી સાસણગિરમાં માત્ર ૫૦૦ સહેલાણીઓ જ જંગલમાં જઈ શકશે

તાલાલા ગિર તા.૧

સિંહોના વતન એવા સાસણમાં આવતા સહેલાણીઓ માટે વનવિભાગે નવો નિયમ બનાવેલો છે જેમાં જંગલ વિસ્તારમાં જવા માટે આખા દિવસ દરમિયાન જિપ્સીના માત્ર ૯૦ ફેરાઓની પરમિટ આપવામાં આવશે.આના કારણે માત્ર ૫૦૦ જ સહેલાણીઓ જંગલ વિસ્તારમાં ફરવા જઈ શકશે બાકીના સહેલાણીઓ બાકી રહી જશે ..જો આ નિયમમાં ફેરબદલ કરવામાં નહીં આવે તો સહેલાણીઓ પરેશાન થઈ જશે અને ગેરકાયદેસર જનારો વર્ગ વધવા લાગશે આના કરતા અધિકૃત રીતે જંગલમાં ફરવા જઈ શકાય એવો સરળ નિયમ કરવા ફેરાઓની સંખ્યામાં વધારો કરવો અનિવાર્ય બન્યો છે. ગિર અભયારણ્યમાં સિંહદર્શન કરવા આવતા સહેલાણીઓ માટે ગિર અભયારણ્યન આજુબાજુ પ્રાઈવેટ ફાર્મ અને હોટલ રેસ્ટોરન્ટમાં રહેવા માટે ૨૫૦ જેટલા રૃમોની સવલત છે અને બીજા ૪૦૦ પરિવારો રહી શકે એવી વ્યવસ્થા દિવાળી વેકેશન સુધીમાં થઈ જશે.આ રીતે જોઈએ તો નવો નિયમ રૃકાવટ લાવનારો બની રહેશે.એમ સહેલાણીઓ બોલી રહેલા છે.આ નિયમમાં તાકિદે બદલાવ લાવવા પગલા લેવા જરૃરી બનેલા છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=73543&Keywords=Sorath%20Gujarati%20News

No comments: