Saturday, May 3, 2008

કરછમાં ગાંડા બાવળ અદૃશ્ય થતાં નિવસનતંત્રને વ્યાપક નુકસાન

Bhaskar News, Bhuj
Thursday, May 01, 2008 22:38 [IST]

ગાંડા બાવળના નાશથી આગામી વષ્ાર્ોમાં દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ પામી શકે ભાસ્કર ન્યૂઝ ા ભુજ જીયો પાર્ક બનાવવાની નેમ જાણીતા ભૂસ્તરશાસ્ત્રી એસ.કે. બિસ્વાસે વ્યકત કરી છે. કરોડો વષ્ાર્ પહેલા અહીં વિષ્ાુવવૃત પ્રકારના જંગલો હતા. ગાંડા બાવળમાંથી કોલસા બનાવવાની સરકારે છૂટ આપતા કરછમાં ગાંડા બાવળની ઝાડી સાફ થઇ ગઇ છે, જેથી જંગલની પેદાશ ગુંદરનું પ્રમાણ ઘટયું છે.

સામાન્ય રીતે ગાંડા બાવળની આસપાસ કોઇપણ પ્રકારની વનસ્પતિ થતી નથી. કારણ કે આ વનસ્પતિ અર્ધપરોપજીવી હોવાથી પાસેના ઝાડના મુડિયામાંથી પણ સત્વનું શોષ્ાણ કરી લે છે, જૉકે, રણની ખારાશને તે અટકાવે છે શુષ્કતા સહન કરતા મરુદ્ભિદ ક્ષુપ પ્રકારની વનસ્પતિમાં ગાંડા બાવળ, પીલુડી અને કેટલાક ઘાસ જેના મૂળતંત્ર ઉંડે સુધી ઉતરી શુષ્કતાપ્રતિરોધ ઉત્પન્ન કરે છે. આથી તેના પાંદડા ખરી પડે છે. અથવા સંકોચાયેલા જૉવા મળે છે. થોર જેવી વનસ્પતિમાં પર્ણ હોતા નથી.

વળી, નિવસનતંત્રમાં સજીવો માટે આવશ્યક બધા દ્રવ્યના બંધારણમાં રસાયણોનું ચક્રિય વહન થાય છે, જેમાં જૈવ ઘટક તેમજ ભૌતિકઘટક પરસ્પર સંકળાયેલા હોય છે. ગાંડા બાવળના નાસથી જૈવ ભૂ-રસાયણિક ચક્ર પણ ખોરંભાયું છે. ભૂમિનું ક્ષરણ થઇ રહયું છે, જેની અસર નાઇટ્રોજન ચક્ર પર થઇ છે. જૉ આ ક્ષરણને અટકાવવામાં નહી આવે તો ભવિષ્યમાં ફોસ્ફરસ ચક્ર પણ ખોરંભાશે.જૉ પર્યાવરણમાં એક પરિબળ નાશ પામે અથવા ઓછું થાય તો તેની અસર સમગ્ર આસપાસની વનસ્પતિ તથા પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો પર થાય છે. કરછમાં ગાંડા બાવળના જંગલો નષ્ટ થતાં પહેલા વાષ્િાર્ક ૧૦૦ ટન ગુંદર એકત્રિત થતો હતો, જે હાલ માત્ર ૫થી ૬ ટન થાય છે.

ગુજરાતમાં સારી જાતના મધના ઉત્પાદનમાં કરછ મોખરે હતું, વાષ્િાર્ક ૫૦૦ કિલો મધ ઉત્પાદન થતું હાલ માત્ર ૫૦થી ૭૦ કિલો મધ ઉતરે છે. મધમાખીનું પ્રમાણ ઓછું થતાં જંગલી વન્ય અૌષ્ાધિઓમાં પરાગનયનની પ્રક્રિયા ઓછી થઇ જતાં તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. પર્યાવરણ પ્રેમીએ આ માટે વિરોધ વ્યકત કરતાં જણાવ્યું હતું કે ગાંડાબાવળ નષ્ટ થઇ જતાં બાષ્પોસર્જનની પ્રક્રિયા બંધ થઇ ગઇ છે, જે જળચક્ર માટે મહત્ત્વનું પરિબળ છે, આગામી વષ્ાર્ોમાં દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ પામે તો નવાઇ નહીં

Source: http://www.divyabhaskar.co.in/2008/05/01/0805012240_regional_govet_kutchh.html

No comments: