Tuesday, May 20, 2008

પ્રવાસનને વેગ આપવા ૧૫૦ લાખના ખર્ચે કાર્યોનો પ્રારંભ

Bhaskar News, Junagadh
Sunday, May 18, 2008 22:58 [IST]

સોરઠમાં પ્રવાસનને વેગ આપવા પ્રવાસન વષ્ાર્ અંતર્ગત ફાળવાયેલી ગ્રાન્ટ માંથી હાલ રૂા.૧૫૦ લાખના ખર્ચે જિલ્લાનાં વિવિધ સ્થળોને જન સુવિધાનાં વિકાસ કાર્યોકાર્યરત કરાયા છે.

આ અંગે જિલ્લા આયોજન અધિકારી ડો.પારેખે જણાવ્યું કે, ભવનાથમાં શિવરાત્રીનાં રૂટ માટે રૂા.૮.૫૦ લાખ તથા આ વિસ્તારમાં રૂા.૧૫ લાખનાં ખર્ચે ગટરનું કામ કાર્યરત છે. વેરાવળ સોમનાથ ધાર્મિક સ્થળનાં વિકાસ માટે રૂા.૩૭.૬૦ લાખનાં ખર્ચે ગટર વ્યવસ્થા માટેના ત્રણ કામોને વહીવટી મંજુ રી આપવામાં આવી છે.

ઉપરાંત વાતાવરણ સુધારણા લક્ષી કાર્યક્રમ અન્વયે હરીહર વન માટે રૂા.૫ લાખની તેમજ સ્મશાનમાં જ જરૂરી સુવિધા માટે રૂા.૧૫ લાખની વહીવટી મંજુ રી આપવામાં આવી છે. ઊના તાલુકાનાં પ્રાચીન ધાર્મિક સ્થળ ગુપ્ત પ્રયાગના સ્મશાનમાં સુધારણા માટે રૂા.૧૫ લાખના ખર્ચે કામ કરવામાં આવશે. તેવી જ રીતે સુત્રાપાડા તાલુકાનાં પ્રાચીન ધાર્મિક સ્થળ ઘંટીયાના પ્રાચીન સ્મશાનમાં સુધારણા માટે પણ રૂા.૧૫ લાખના ખર્ચે કામ કરવામાં આવી રહ્યા છે.

કેશોદ તાલુકાનાં કલીમલહારી આશ્રમ જવા માટે રસ્તા તથા કોઝ વે રૂા.૫ લાખના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. તેમજ મેંદરડા તાલુકાનાં ચોરેશ્વર ખાતે તથા વેરાવળ તાલુકાનાં આદ્રી ગામે રૂા.૮ લાખનાં ખર્ચે આધુનિક ટોયલેટ બ્લોક બનાવવામાં આવી રહ્યા છે.

વંથલી તાલુકાનાં પ્રખ્યાત ઉમિયા માતાજીનાં મંદિર ગાંઠીલા ગામ તરફ જવા માટે રૂા.૬ લાખના ખર્ચે રોડનું કામ થઇ રહ્યું છે. જયારે વેરાવળ તાલુકાનાં આદ્રી ગામે રૂા.૧૦ લાખનાં ખર્ચે પાણીનો સમ્પ બનાવવામાં આવી રહ્યો છે. અને વેરાવળ ચોપાટી પર રૂા.૧૦ લાખનાં ખર્ચે હાઇમોસ્ટ ટાવર કાર્યરત કરવામાં આવ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/05/18/0805182301_traveling_exp.html

No comments: