Thursday, May 15, 2008

મોટી ધણેજની ગૌશાળામાં વનરાજો ત્રાટકયા : છ ગાયોનું મારણ કર્યું

આંબેચા, તા.૧૪
માળીયા હાટીના તાલુકાના મોટી ધણેજ ગામે ગઈકાલે ગૌશાળામાં મોડીરાત્રે ત્રાટકેલાં પાંચ વનરાજોએ ત્રાટકી છ ગાયોનો શિકાર કર્યો હતો.ગૌશાળામાં અન્ય ગાયો પણ હોય આ ગાયોએ ભૂરાટા થઈ વનરાજોને શિકાર આરોગવા દીધો ન હતો અને શિકાર અધૂરો મૂકી ભાગવું પડયું હતુ. આ અંગે અત્રે મળતી વિગતો મુજબ મોટી ધણેજ ગામે આવેલા ગૌશાળાની પાંચ ફૂટ ઉંભી દિવાલ ટપી પાંચ વનરાજોનું ટોળું અંદર ખાબકયું હતુ ન ગાયો પર હુમલો કરી પાંચ ગાયોનો શિકાર કર્યો હતો. ગૌશાળામા એક સાથે પાંચ વનરાજો ત્રાટકતા ગાયો છાકટો કરવા લાગેલ અને વનરાજો પર શીંગડાના મારવા લાગી હતી. તેમ છતાં વનરાજોએ છ ગાયોને શિકાર કર્યો હતો પણ ગાયોએ શીંગડા વડે પ્રતિકાર કરતા વનરાજાને શિકાર અધૂકો મુકી ભાગવું પડયું હતુ. આ અંગે જંગલખાતાને જાણ કરતા આરએફઓ જી.એલ. બારડ, ફોરેસ્ટર એસ.પી. ચાવડા, ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જરૃરી કાર્યવાહી કરી હતી. દરમિયાન મોટી ધણેજમાં ગૌશાળામા વનરાજો ત્રાટકતાં ગૌશાળાની પાંચ ફૂટ ઉંચી દિવાલને તાત્કાલિક વધુ ઉંચી બનાવવાનો ગ્રામજનોએ નિર્ણય લીધો છે. દરમિયાન આંબેચાના ખેડૂત હાટી જીવાભાઈ ઓઘડભાઈની મેઘલ દીના કાંઠે આવેલ વાડીએ આંબાના બગીચામાં પાણીની કુંડીએ આજે વહેલી સવારે વનરાજો પાણી પીવા આવ્યા હતા વનરાજો સાથે ત્રણથી ચાર દીપડા પણ આવી જતા વાડીએ વસવાટ કરનારઓમાં ગભરાટ વ્યાપ્યો છે. વનરાજો કરતા દીપડા વધુ ખતરનાક હોય ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી છે. બાબરા (ગીર)થી પાણકૂવા (ગીર)વચ્ચે મહોબતગઢની ધાસની વીડીમાં ૧૮ થી ર૦ વનરાજ વસવાટ કરે છે.આ વિસ્તારને સફારીપાર્ક બનાવવો જોઈએ તેવી પ્રાણી અને પ્રકૃતિપ્રેમીઓએ માગણી કરી છે.
Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=76284&Keywords=Sorath%20Gujarati%20News

No comments: